Wed,16 July 2025,8:58 pm
Print
header

Good News: સોનું સસ્તું થશે ! રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી રૂ.5500 તૂટી ગયા ભાવ

  • Published By Panna patel
  • 2025-06-30 08:39:37
  • /

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો તો થોડા દિવસ રાહ જુઓ. સોનું સસ્તું થવાની ધારણા છે. દુનિયામાં ચાલી રહેલા યુદ્ધોની સ્થિતીમાં સોનાના ભાવમાં દબાવ વધવાની સંભાવના છે.  

તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે, MCX પર સોનાનો વાયદો 1,563 રૂપિયા અથવા 1.61 ટકા ઘટીને 95,524 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

સોનાનો ભાવ ઘટીને 93 હજાર સુધી આવી શકે છે

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે વ્યાજ દરમાં ઘટાડો શક્ય છે પરંતુ તાત્કાલિક થશે નહીં. તેનાથી વિશ્વભરમાં સોનાના ભાવ દબાણ હેઠળ રહેશે. LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટ જતીન ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે સોનાના સેન્ટિમેન્ટ પર દબાણ રહ્યું છે. 

સોનું 5500 રૂપિયા સસ્તું થયું છે

છેલ્લા કેટલાક દિવસોમાં સોનું તેના રેકોર્ડ ભાવથી 5500 રૂપિયા સસ્તું થયું છે. 16 જૂનના રોજ, MCX પર સોનાનો ભાવ 1,01,078 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. જો આપણે તે ભાવ પર નજર કરીએ તો સોનાના ભાવમાં લગભગ 5 ટકા ઘટાડો થયો છે. હવે પ્રશ્ન એ થાય છે કે સોનામાં આટલો ઘટાડો કેમ છે ? તેની પાછળ ઘણા કારણો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના અંતથી મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયો છે. યુદ્ધના અંતથી બજારમાં સ્થિરતા આવી છે અને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરે છે, તો મોટો ઘટાડો જોવા મળી શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch