Wed,22 January 2025,4:57 pm
Print
header

અમદાવાદ એરપોર્ટ પરથી મિની એર કોમ્પ્રેસરના પિસ્ટનમાં છુપાવેલું 3 કિલો સોનું ઝડપાયું- Gujarat Post

અમદાવાદઃ અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દાણચોરો માટે પ્રથમ પસંદગી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં અહીંથી મોટા પાયે દાણચોરીનું સોનું પકડાયું છે. તાજેતરમાં ડીઆરઆઈએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો વધુ એક કિસ્સો પકડી પાડ્યો છે. જેમાં બે મિની એર કોમ્પ્રેસરના પિસ્ટન પોલાણમાં છૂપાવેલું 3 કિલો સોનું (અંદાજે ₹2.35 કરોડ રૂપિયાનું સોનું) જપ્ત કરવામાં આવ્યું હતું. બેંગકોકથી આવી રહેલા એક ભારતીય નાગરિકને અટકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2024 માં અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કુલ 93 કિલો (આશરે ₹66 કરોડ રૂપિયાથી) વધુનું સોનું ઝડપી લેવામાં આવ્યું છે.

થોડા સમય અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી સોના સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. રૂ.50 લાખના સોના સાથે એક મહિલા અને પુરૂષની ધરપકડ કરાઇ હતી.તેને અબુધાબીથી આવેલી મહિલા પાસેથી સોનું મળ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch