સુદાનઃ ભયંકર ગૃહયુદ્ધમાં ફસાયેલા સુદાનમાં એક અઠવાડિયામાં બીજી વખત સોનાની ખાણ ધસી પડી. ઉત્તર પૂર્વીય સુદાનમાં સુદાનના લાલ સમુદ્ર રાજ્યમાં ખાણ ટનલ ધસી પડતા 11 ખાણ કામદારોના મોત થયા છે. જ્યારે 30 ઘાયલ થયા છે. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોની શોધ ચાલુ છે. એક અઠવાડિયા પહેલા પશ્ચિમ સુદાનમાં ખાણ ધસી પડતા 82 લોકોના મોત થયા હતા.
લાલ સમુદ્ર રાજ્યના એક દૂરના વિસ્તાર ઓનીમાં રવિવારે અકસ્માત થયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખાણ ધસી પડવાની ઘટના શનિવાર રાત્રે બની હતી, સરકારની માલિકીની સુદાન મિનરલ રિસોર્સિસ કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે રવિવાર સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા હતા અને 30 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કપનીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું હતું, પરંતુ મૃતકો અથવા ઘાયલોની સંખ્યા અંગે વિગતો આપી ન હતી.
એક અઠવાડિયામાં સુદાનમાં આ બીજો મોટો ખાણ અકસ્માત છે. એક અઠવાડિયા પહેલા, દેશના પશ્ચિમ ભાગમાં બીજી સોનાની ખાણમાં અનેક ટનલ તૂટી પડતાં 82 લોકો માર્યા ગયા હતા. આ વિસ્તાર અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) ના નિયંત્રણ હેઠળ છે.
સુદાન એક મુખ્ય સોનાનું ઉત્પાદક છે અને હજારો નાની અને અનૌપચારિક ખાણો ત્યાં કાર્યરત છે. આ ખાણોમાં સલામતીના ધોરણોનો વ્યાપક અભાવ હોવાથી અકસ્માતો સામાન્ય છે. થોડા મહિના પહેલા, સોનાની ખાણ પરના વિવાદ દરમિયાન સુદાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ 70 થી વધુ લોકોની હત્યા કરી હતી.
સુદાન એપ્રિલ 2023 થી સેના અને RSF વચ્ચે ભીષણ યુદ્ધનો સામનો કરી રહ્યું છે. આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા (ACLED) અનુસાર, સંઘર્ષમાં 59,000 લોકો માર્યા ગયા છે.
સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરતા નિષ્ણાતોના મતે, સુદાનમાંથી મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી કરવામાં આવી છે અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ RSF પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે. RSF દારફુર અને કોર્ડોફાન પ્રદેશોમાં કેટલાક સોનાના ઉત્પાદક વિસ્તારોને નિયંત્રિત કરે છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21