સેનાની 2 ટુકડીઓ અને સ્થાનિક પ્રશાસનની મદદથી ભારે જહેમત બાદ બાળકીને બહાર કાઢી
કિશોરીને માથાના અને હાથના ભાગે ઈજા પહોંચી
સુરેન્દ્રનગરઃ ગાજરણાવાવમાં બોરવેલમા ફસાયેલી 12 વર્ષની કિશોરી મનીષાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. સેનાની બે ટુકડીઓ અને સ્થાનિક પ્રશાસને ચાર કલાકની ભારે જહેમત બાદ મનીષા નામની 12 વર્ષની કિશોરીને હેમખેમ બહાર કાઢી છે. અને તેનો જીવ બચાવી લીધો છે, અત્યાધુનિક સાધનો સાથે સેનાએ કિશોરીને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.
ચાર કલાકની મહેનત બાદ આખરે મનીષાને બહાર કાઢવામાં આવી હતી. આ કિશોરીને માથાના અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. મનીષાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સેનાની કામગીરીને સ્થાનિકોની ટીમે બિરદાવી છે. કિશોરીને બચાવવામાં આરોગ્ય વિભાગના જલ્પાબેન નામની મહિલાની પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જલ્પાબેન નામના મહિલાએ સતત કિશોરી સાથે વાત કરતા રહ્યાં હતા.
મનીષા ખેતરમાં અંદાજે 800 ફૂટ ઊંડા બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ ગઇ હતી. બાદમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી એમ.પી.પટેલ અને મામલતદાર શોભનાબેનના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા પોલીસ અને આર્મીના જવાનો, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.
ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી એમ.પી.પટેલે જણાવ્યું કે, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ખાતે એક બાળકી બોરમાં ફસાઇ હોવાનો સરપંચ અને તલાટીનો મેસેજ આવતા સરકારી તંત્ર, પોલીસ અને આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરાયું હતુ, કિશોરીને હેમખેમ બહાર કાઢીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે. પરિવારે જવાનો અને અધિકારીઓનો આબાર માન્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01