કચ્છઃ ભૂજમાં એક યુવતી બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. કંદેરાઈ ગામમાં યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી, તેનું મોત થઇ ગયું છે, ભૂજ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંતી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એસડીએમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે કલાકોની જહેમત બાદ પણ યુવતીને બચાવી શકાઇ ન હતી.
બોરવેલમાંથી અવાજ અડધો કલાક ચાલ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. બોરવેલની અંદર પડી ગયેલી યુવતીની ઓળખ ઈન્દિરાબેન કાનજી મીના તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગ્યે પરિવારના સભ્યોએ નજીકના બોરવેલમાંથી અવાજ સાંભળ્યો હતો. આ પછી જ્યારે પરિવારના સભ્યો બોરવેલ પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે બોરવેલમાંથી જ અવાજ આવી રહ્યો હતો. લગભગ અડધો કલાક સુધી બચાવો...બચાવોનો અવાજ આવતો હતો અને થોડીવાર પછી અવાજ બંધ થઈ ગયો હતો.
ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો
પરિવારના સભ્યોએ આ અંગે પોલીસ અને પ્રશાસનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, યુવતીને બોરવેલની અંદર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો. જો કે જિંદગી આખરે હારી ગઇ હતી અને આ યુવતીનું મોત થઇ ગયું હતુ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
કપડવંજના બેટાવાડાના કરોડો રૂપિયાના બ્રિજમાં ગુણવત્તાનું ધ્યાન કેમ નથી આપતા અધિકારીઓ, શું આ કમિશનબાજીનો મોટો ખેલ છે ? | 2026-02-15 13:28:31
ભારત-પાકિસ્તાન મહાજંગ પૂર્વે ઉસ્માન તારિકની બોલિંગ એકશન પર પાક. કેપ્ટન સલમાન આઘાએ શું કહ્યું ? | 2026-02-14 18:09:32
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
બગદાણા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર, 14 દિવસના જેલવાસ બાદ કોર્ટનો ચૂકાદો | 2026-02-07 15:16:56
પતિ, પત્ની અને વો...દિયરની હત્યા માટે ભાભીએ 2 લાખ રૂપિયાની સોપારી આપી, ચારની ધરપકડ | 2026-02-07 08:52:45