Sat,20 April 2024,2:10 am
Print
header

ગીર સોમનાથના ગીર દેવળીમાં દીપડાએ બાળકીનો કર્યો શિકાર

વાડીમાં શેરડી કાપવાની કામગીરી દરમિયાન બની ઘટના, લોકોમાં ભયનો માહોલ

ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દીપડા (leopard) અને સિંહ (lion)ના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જિલ્લાના કોડીનાર (kodinar)ના ગીર દેવળી ગામમાં એક ચિંતાજનક ઘટના બની છે. આજે સવારે  દીપડાએ ત્રણ વર્ષની બાળકીને (girl child) ખેતરમાં ફાડી ખાધી હતી. અહીંની વાડી માં શેરડીના પાકની કાપવાની કામગીરી ચાલતી હતી. તે સમયે આ ચોંકાવનારી ઘટના બની હતી. ગીર દેવળી ગામના કેશુભાઇ ચૌહાણની વાડીમાં મજુરી (farm) કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની આ બાળકી હતી. આ બનાવને પગલે ગમગીની છવાઇ ગઇ છે, આ બાબતની જાણ વન વિભાગને થતા તેમણે દીપડાને ઝડપી લેવા માટે કામગીરી શરુ કરી છે.

થોડા દિવસ પહેલા પણ દીપડાએ હુમલો કરીને એક યુવકનો જીવ લીધો હતો. જેને કારણે માનવભક્ષી દીપડાઓના આતંકને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે દીપડાને ઝ઼ડપી લેવા માટે ગીર દેવળી અને આસપાસના ગામોમાં તપાસ શરુ કરી છે. સાથે જ લોકોને વાડીમાં સાવચેતી પૂર્વક જવા માટે તાકીદ કરી છે.  ઉલ્લેખનીય છે જૂનાગઢ જિલ્લામાં પણ જંગલી પ્રાણીઓના હુમલાના બનાવો સતત વધી રહ્યાં છે અને માનવભક્ષી પ્રાણીઓ રહેણાક વિસ્તારો સુધી આવી રહ્યાં છે.

પ્રતિકાત્મક ફોટો

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch