Thu,12 June 2025,5:59 pm
Print
header

Acb ટ્રેપઃ ગીર સોમનાથમાં સીનિયર સર્વેયર રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા

  • Published By
  • 2025-04-19 17:59:51
  • /

ગીર સોમનાથઃ એસીબીએ 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, ગીર સોમનાથમાં સિનિયર સર્વેયર રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદીએ એસ.એલ.આર કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ માટે અરજી આપી હતી. જે અરજી મંજૂર કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં એસીબીએ રાવતભાઇ રામભાઇ સિસોદીયાને લાંચ લેતા ઝડપી લીધા હતા, આરોપીએ પહેલા 1.50 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને અંતે 1 લાખ 30 હજાર રૂપિયા નક્કિ કરાયા હતા, જેમાં 1 લાખ રૂપિયા હાલમાં અને પછી 30 હજાર રૂપિયા લેવાનું નક્કિ કરાયું હતું, જેમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા આરોપી ઝડપાઇ ગયા હતા.

તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી કે અધિકારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch