(પ્રતિકાત્મક ફોટો)
બર્લિન: જર્મનીથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસે 40 વર્ષના ડૉક્ટરની ધરપકડ કરી છે જેને દર્દીઓની હત્યા કરવાનો શોખ હતો. આ ડૉક્ટર પોતાના આનંદ માટે દર્દીઓને મારી નાખતો હતો. જર્મન પ્રેસ રિપોર્ટ્સમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જોહાન્સ એમ. તરીકે કરવામાં આવી છે, ડૉક્ટર છેલ્લા ઘણા વર્ષોથી આવા કામો કરી રહ્યો હતો.
ઘાતક દવા આપીને ઉતારતો હતો મોતને ઘાટ
આરોપી ડૉક્ટરે સપ્ટેમ્બર 2021 થી જુલાઈ 2024 દરમિયાન 12 મહિલાઓ અને 3 પુરુષોની હત્યા કરી હતી. મૃતકોની ઉંમર 25 થી 94 વર્ષની વચ્ચે હતી. આ કેસ અંગે પોલીસનું કહેવું છે કે ડૉક્ટરે તેમના દર્દીઓને તેમની જાણકારી કે સંમતિ વિના ઘાતક દવા આપી દીધી હતી. આમાં એનેસ્થેટિક અને સ્નાયુઓને આરામ આપતી દવાઓનો સમાવેશ થતો હતો.
એપાર્ટમેન્ટમાં આગ લગાવી હતી
ડૉક્ટરે દર્દીઓને આપેલી દવાને કારણે તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા અને ત્યારબાદ મૃત્યું પામ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાંચ વખત, શંકાસ્પદે હત્યા છુપાવવા માટે તેમના એપાર્ટમેન્ટમાં આગ લગાવી હતી. ડૉક્ટર પર એક જ દિવસમાં બે દર્દીઓની હત્યા કરવાનો આરોપ છે.
ડૉક્ટર ખૂબ જ સાતિર હતો
પોલીસના જણાવ્યાં અનુસાર ગયા વર્ષે 8 જુલાઈ, 2024 ના રોજ ડૉક્ટરે બર્લિનના મધ્ય જિલ્લા ક્રેઝબર્ગમાં 75 વર્ષીય એક પુરુષની હત્યા કરી હતી થોડા કલાકો પછી ન્યુકોલન જિલ્લામાં 76 વર્ષીય મહિલાની હત્યા કરી હતી. ડૉક્ટરે મહિલાના એક સંબંધીને કહ્યું કે તે એપાર્ટમેન્ટની બહાર ઊભો છે અને તેને કોઈ જવાબ મળી રહ્યો નથી. બીજી એક ઘટનામાં, આરોપીએ પોતે 56 વર્ષીય દર્દીની હત્યાને છુપાવવા માટે ઇમરજન્સી સેવાઓને જાણ કરી હતી.
ઓગસ્ટ 2024 માં પહેલી વાર ધરપકડ કરવામાં આવી હતી
ડૉક્ટરની પહેલી વાર ઓગસ્ટ 2024 માં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં ચાર લોકોનાં મોત પછી ડૉક્ટરને ફરીથી હત્યાની શંકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી, તપાસ દરમિયાન ડૉક્ટરના કારનામા બહાર આવ્યાં હતા. પોલીસનું કહેવું છે કે ડોક્ટરના ભોગ બનેલા લોકોની સંખ્યા વધી શકે છે. તપાસ માટે રચાયેલી ખાસ ટીમે 395 શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે.
અગાઉ જર્મનીમાં, એક પુરુષ નર્સ પર 9 દર્દીઓની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નર્સ પર આરોપ છે કે તેણે કુલ 26 દર્દીઓને પેઇનકિલરનો વધુ ડોઝ આપ્યો હતો, જેના કારણે તેમાંથી ઘણાના મોત થઇ ગયા હતા. આ કેસમાં પોલીસનું કહેવું છે કે નર્સ પોતાનો કામનો બોજ ઓછો કરવા માંગતો હતો અને પોતાને જીવન અને મૃત્યુનો માલિક માનતો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા ઓઇલ ટાંકી પર હુમલો, આગ ભભૂકી ઉઠી | 2026-03-12 09:33:17
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11