Sat,20 April 2024,9:46 am
Print
header

ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભૂલ્યાં ભાન, જાહેર કાર્યક્રમમાં ભાજપ માટે અપશબ્દોનો કર્યો પ્રયોગ- Gujarat post

જનવેદના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં

જાહેરમંચ પરથી આપત્તિજનક શબ્દોનો કર્યો પ્રયોગ 

વાવઃ કોંગ્રેસ દ્વારા બનાસકાંઠાના વાવ ખાતે જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યાં હતા. જનવેદના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હત અને તેમની જીભ લપસી હતી. તેમણે જાહેરમંચ પરથી આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ એવો દિવસ નહીં હોય કે જ્યારે બહેન દીકરીઓ પણ દુષ્કર્મ ના થયા હોય. તેમજ આપત્તિજનક શબ્દ બોલીને કહ્યુ કે, તમારા રાજમાં બહેન-દીકરીઓ પણ સુરક્ષિત નથી.

ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેમની તાકાત નથી કે જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર તેમજ ગુલાબસિંહ રાજપૂતને પૈસાથી ખરીદી શકે. આ લડાઈ સરકારે જેની પર ખોટી ફરિયાદ કરી છે તે કેસ પાછા ખેંચવાની લડાઈ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch