Wed,24 April 2024,9:28 am
Print
header

અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી થઈ શકે છે બહાર, હવે આ 4 નામો પર ચર્ચા- Gujarat post

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મોટો ઝટકો લાગ્યો

એક નેતાએ એમ પણ કહ્યું કે ગહેલોત જે રીતે વર્તે છે તે પાર્ટી માટે યોગ્ય નથી

રાજસ્થાનઃ રાજકીય નાટકો બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ મોટો નિર્ણય લઈ શકે છે અને અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. દિલ્હીના 10 જનપથ પર બેઠક શરૂ થાય તે પહેલા જ મોટા સમાચાર સામે આવ્યાં હતા. કેરળથી જયપુર સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એક સુરમાં જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે 'તે (ગેહલોત) કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર છે'. અન્ય નેતાઓ 30 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારી નોંધાવશે. હવે મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ પ્રમુખ આ પદની રેસમાં છે. સીડબ્લ્યુસીના સભ્ય અને પાર્ટીના એક નેતાએ કહ્યું કે ગેહલોત જે રીતે વર્તે છે તેનાથી પાર્ટી નારાજ છે.

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને મોટો ઝટકો લાગ્યો છે. તેઓને આ પદની રેસમાંથી બહાર કરાયા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર કોંગ્રેસના નેતાઓ હવે તેમને પાર્ટી અધ્યક્ષ તરીકે જોવા નથી માગતા. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને રાજસ્થાનના પ્રભારી અજય માકને ભલામણ કરી છે કે અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઇએ નહીં.

રાજસ્થાનમાં ગેહલોત સમર્થક ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં નેતાઓને બોલાવ્યાં છે. આ નેતાઓ સાથે રાજસ્થાનની રાજનીતિ  અને રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પર ચર્ચા થશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ 10 જનપથ પહોંચી ગયા છે. રાજસ્થાનના નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં હાજર રહ્યાં હતા.રાજસ્થાન કોંગ્રેસના નેતા રામેશ્વર ડુડી પણ 10 જનપથ છે. કમલનાથને પણ દિલ્હી બોલાવવામાં આવ્યાં છે.

નોંધનિય છે કે અશોક ગેહલોત મુખ્યમંત્રી પદે પોતાના સમર્થકને બેસાડવા માંગે છે,સામે સચિન પાયલોટ ગ્રુપ પણ સીએમ પદે પાયલોટને ઇચ્છે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch