Thu,18 April 2024,7:21 am
Print
header

ગૌતમ અદાણી બની ગયા વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ, હવે માત્ર ઇલોન મસ્ક જ આગળ- Gujarat Post

અમદાવાદઃ ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક બાદ ગૌતમ અદાણીનો નંબર છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયનેર ઇન્ડેક્સ અનુસાર તેમણે આ મુકામ બીજા ક્રમાંકે રહેલા બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ રાખીને હાંસલ કર્યો છે.

બિઝનેસમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થતા તેઓ વિશ્વના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બની ચૂક્યાં છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયનેર ઇન્ડેક્સ અનુસાર તેમણે આ મુકામ બીજા ક્રમાંકે રહેલા બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ રાખીને હાંસલ કર્યો છે. બંને વચ્ચે બીજા નંબરને લઇને ટક્કર ચાલી રહી હતી. ક્યારેક અદાણી આગળ હતા તો ક્યારેક અર્નાલ્ટ. જ્યારે બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી ત્રીજા ક્રમાંકે છે. 

ગૌતમ અદાણી પાસે કેટલી સંપત્તિ છે?

બ્લૂમબર્ગના અબજપતિ ઇન્ડેક્સ અનુસાર 60 વર્ષના ગૌતમ અદાણીની નેટવર્થ (કુલ સંપત્તિ) 155.2 બિલિયન ડોલર છે. બર્નાર્ડ અર્નાલ્ટની સંપત્તિ પણ 155.2 બિલિયન ડોલર છે. યાદીમાં પહેલા ક્રમાંકે રહેલા ટેસ્લાના ચીફ તેમજ દુનિયાના સૌથી ધનિક ઇલોન મસ્કની નેટવર્થ 273.5 બિલિયન ડોલર છે, એમેઝોનના સંસ્થાપક તેમજ સીઇઓ જેફ બેઝોસની સંપત્તિ 149.7 અબજ ડોલર છે.

વર્ષ 2022માં અદાણીની સંપત્તિમાં સતત વધારો

અદાણી જૂથની નેટવર્થ 2022માં સતત વધી છે. દુનિયાના ટોપ-10 અમીરોની યાદીમાં ગૌતમ અદાણી અને ઇલોન મસ્ક જ એવા વ્યક્તિ છે, જેમની સંપત્તિ ગત 24 કલાક દરમિયાન વધી છે. આ દરમિયાન અદાણીની નેટવર્થમાં 4.9 અબજ ડોલરનો વધારો થયો છે, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી અદાણીની સંપત્તિમાં 60.9 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.

ફેબ્રુઆરી 2022માં ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પણ પાછળ છોડ્યાં

ગૌતમ અદાણીએ ગત મહિને માઇક્રોસોફ્ટના ચીફ બિલ ગેટ્સને પણ પાછળ છોડ્યા છે. બિલ ગેટ્સની નેટવર્થ ઘટીને 117 અબજ ડોલર થઇ છે.તેમના દ્વારા મોટા પાયે દાન કરાતા આ ઘટાડો થયો છે. અદાણીની નેટવર્થમાં આ વર્ષે 60 અબજ ડોલરનો વધારો થયો છે. તે દેશના અન્ય ધનિકોની તુલનામાં પાંચ ગણી વધારે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch