Wed,19 February 2025,9:06 pm
Print
header

ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post

8 કરોડથી વધુ લોકો સંગમ ઘાટ પર લગાવી ચૂક્યાં છે પવિત્ર સ્નાન

અનેક વિદેશીઓ પણ આવી રહ્યાં છે

અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં અનેક જાણીતા લોકો તેમાં ડૂબકી લગાવી ચૂક્યાં છે. ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મહાકુંભમાં સામેલ થયા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ડૂબકી લગાવશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ત્રિવેણી સંગમમાં પૂજા-અર્ચના કરી હતી અને બડે હનુમાનજીના દર્શન કર્યાં હતા. અદાણી ગ્રુપ મહાકુંભમાં ઈસ્કોન અને ગીતા પ્રેસ સાથે મળીને શ્રદ્ધાળુઓની સેવા કરી રહ્યું છે. મહાકુંભ મેળામાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગૌતમ અદાણી તેમની યાત્રા દરમિયાન ઈસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ સામેલ થયા હતા, તેમના પત્ની અને પુત્ર પણ તેમની સાથે અહીં પહોંચ્યાં હતા. અદાણી ગ્રુપ ગીતા પ્રેસ સાથે મળીને એક કરોડ આરતી સંગ્રહના વિતરણનું કામ કરે છે. આ આરતી સંગ્રહ શ્રદ્ધાળુઓને ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ છે. તેમજ શ્રદ્ધાળુઓની મદદ માટે વાહન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. 

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ શાહી સ્નાન કરશે. ઉપરાંત ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લેશે. 3 ફેબ્રુઆરીએ વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. સીએમ એકલા જશે કે તેમની સાથે અન્ય મંત્રીઓ પણ કુંભ સ્નાન કરશે તેની વિગત જાણવા મળી નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch