Sat,20 April 2024,1:43 am
Print
header

રવિનાએ બ્લેકમેઇલિંગથી કંટાળીને કરી હતી આત્મહત્યા, ગારિયાધારના ઠસા ગામના પૂર્વ સરપંચના પુત્રએ કરી હતી તેને મજબૂર

ભાવનગરઃ ગારિયાધારના ઠસા ગામમાં 27 વર્ષીય યુવતીએ સચિન વોરા નામના યુવકના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી, આ કેસમાં આરોપી જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે, પરતું હજુ પણ સમાજમાં આવા કિસ્સા બંધ થવાનું નામ નથી લેતા,મૃતક યુવતીના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ઘરની અગાશી પર ઝેરની બોટલ ઘા કરીને તેમની દિકરીને આત્મહત્યા કરવા મજબૂર કરાઇ હતી અને આ બધુ સચિન નામના યુવકે કર્યું હતુ.
 
સચિન મારી દિકરીને ગંદા મેસેજ પણ કરતો હતો, અંતે રવિનાએ કંટાળીને આત્મહત્યા કરી લીધી હતા.
 
મૃતક યુવતીના પિતા રામજીભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો.તે ખેતીકામ- ઘરકામ કરતી હતી. ગામના પૂર્વ સરપંચનો દીકરો સચિન મારી દીકરી રવિનાને હેરાન કરતો હતો. તેણે મારી દીકરીને ફસાવીને અશ્વિલ ફોટો લઇ લીધા હતા. તે અમારા ઘરના સભ્યોને પણ પરેશાન કરતો હતો. ધમકીઓ આપીને દીકરીને બ્લેકમેઈલ કરતો હતો. હું તેના પિતાને વારંવાર કહેતો હતો કે, તમે તમારા દીકરાને સમજાવો, પરંતુ તેઓ પણ આડકતરી રીતે તેમના દિકરા સાથે લાગતા હતા. 
 
રવિનાએ સ્યૂસાઇડ નોટમાં આ વાતો લખી હતી
 
હું રવિના કાનાણી લખું છું કે હું આ આત્મહત્યા કરું ઇ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેઈલ કરે છે. પેલા મારે જે કંઈ હતું એ મેં ના પાડી દીધી હતી, મારે હવે તારી જોડે પૂરું, પછી મને ફોટાથી બ્લેકમેઈલ કરતો હતો અને ખરાબ મેસેજ કરતો, ધમકી આપતો હતો. મને ના દેવાની ગાળો દેતો હતો, પછી મારા બધા ઘરનાને ખબર પડી પછી બે મહિનાથી બધાને સમજાવીએ છીએ. તેના ઘરના પણ કોઈ માનતા નથી અને મને બ્લેકમેઈલ કરે છે. તે રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે.
 
અમારા બંન્નેના ફોટોથી બ્લેકમેઈલ કરે છે. મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધું સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરું છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી, તેણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું, તેના પપ્પા અને કેશુભાઈ બંન્ને મને પૂછવા આવ્યાં હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઇચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યાં બધાને તો પણ સમજવા તૈયાર નથી. સચિનના લેપટોપ, ફોન અને પેનડ્રાઇવમાં મારા વીડિયો, ફોટો એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેઈલ કરે છે. આ મારી જુબાની છે, તો આ બધી વસ્તુ મારા ગયા પછી હટાવી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ના થાય.
 
ત્યારે સમાજમાં પણ આવા કિસ્સા ન બને તે માટે મા-બાપે પણ ધ્યાન આપવાની જરૂર છે, આવા અસામાજિક તત્વોને સજા મળે તે પણ જરૂરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch