ગાંધીનગરઃ પાટનગરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે હિટ એન્ડ રનની ઘટના પણ વધી છે. ગઈકાલે મોડી રાત્રે ઈન્ફોસિટી નજીક હિટ એંડ રનની ઘટના બની હતી. GJ-18-BL-8840 નંબરની કિયા કારનો ચાલક એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.કારની ટક્કરે એક્ટિવામાં સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે જ ગંભીર ઈજા થતા મૃત્યુ નિપજ્યું હતું. અને ભાઈનો બચાવ થયો છે.
મૃતક યોગીનીબેન તેમના પુત્રી જેમીનીબેન અને પુત્ર સાથે ગાંધીનગરમાં સબંધીને ત્યાં ગયા હતાં. જ્યાંથી રાત્રીના પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે હાલ કાર નંબરને આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે. જે કાર ટક્કર મારી ભાગી છૂટી તે કાર જીજ્ઞેશ જયંતિલાલ પટેલના નામની હોવાનું સામે આવ્યું છે. પિતાના મોત બાદ UPSCની તૈયારી કરતી દીકરી સહિત માતાનું મોત થતા પુત્ર અનાથ બન્યો છે. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠાં થઈ ગયા હતા.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસે જણાવ્યું કે, અમદાવાદના શાહીબાગ ખાતે રહેતા યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી (ઉં.47) અને તેમની દીકરી જૈમીની (ઉ. 21) તથા પુત્ર રાહુલ એક્ટીવા લઈને તેમના સંબંધીના ઘરે ગાંધીનગર આવ્યા હતા. યોગીનીબેનનાં પતિનું એક વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. હવે તેઓનું પણ મોત થઇ ગયું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29