ગાંધીનગરઃ કલોલના છત્રાલમાં ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા છે. જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે. એસિડ એટેક કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અશોક રાવત નામનો એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને ભાગી ગયો હતો.
કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યાં હતા. દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવા જણાવ્યું હતું. અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. બાદમાં તેને જરૂરી સૂચનાઓ આપીને જવા દેવામાં આવ્યો હતો.
આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડીવાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને ભાગી ગયો હતો. હુમલામાં ભાવનાબહેન નામના મહિલા હોમગાર્ડ મોંઢા સહિત શરીરના ઘણાં ભાગે દાઝી ગયા છે, જેમની હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09