Mon,28 April 2025,11:51 pm
Print
header

ગાંધીનગરમાં RTO ઇન્સ્પેક્ટરે આટલી રકમની લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા

ગાંધીનગરઃ એસીબીએ ગાંધીનગરમાં ટ્રેપ કરીને બે લોકોને ઝડપી લીધા છે. હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર, આર.ટી.ઓ ઇન્સ્પેકટર, આર.ટી.ઓ. કચેરી, ગાંધીનગર, વર્ગ-2, રહે. સેક્ટર-1, ગાંધીનગર અને દિપેન ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામી, પ્રજાજન, રહે. નારણપુરા, અમદાવાદને લાંચ કેસમાં ઝડપી લીધા છે.

ગાંધીનગર આરટીઓ કચેરીમાં અરજદારો પાસેથી એનકેન પ્રકારે બહાના કાઢીને ઓનલાઈન કામગીરી અર્થે આર.ટી.ઓ કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા રૂ.100 થી રૂ.1000 સુધીની લાંચની માંગણી કરવામાં આવે છે. આ માહિતીને આધારે વોચ રાખીને ડિકોયરનો સહકાર મેળવીને લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ડીકોયર એજન્ટની કામગીરી કરે છે અને તેમના અસીલોના બે કોમર્શિયલ વાહનોનો આજીવન ટેક્સ ભરવા માટે આર.ટી.ઓ કચેરી ખાતે ઓનલાઈન કામગીરી માટે આરટીઓ ઇન્સ્પેક્ટરને મળ્યાં હતા, જેમને ખાનગી વ્યક્તિ ચિન્ટુને મળવા મોકલ્યાં હતા, જેમાં કરેક્શન ફોર્મમાં સહી કરી હતી અને 1000 રૂપિયાની લાંચ લીધી હતી, ત્યારે જ એસીબીએ ટ્રેપ કરીને બંનેને ઝડપી લીધા હતા.

ડિકોય કરનાર અધિકારીઃ એન. બી. સોલંકી,
પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ-2, અમદાવાદ

સુપર વિઝન અધિકારીઃ એન.એન.જાદવ,
ઈ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-2, અમદાવાદ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch