Sun,27 November 2022,3:36 am
Print
header

ગાંધીનગર: સચિવાલયના પ્યુનના હત્યારા CCTVમાં કેદ, પોઇન્ટ બ્લેંકથી મારી હતી ગોળી- gujaratpost

(સીસીટીવીમાં કેદ થયેલા હત્યારા)

એક આરોપીએ હેલ્મેટ અને બીજાએ બુકાની બાંધી હતી

પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે શરૂ કરી હતી તપાસ 

ગાંધીનગરઃ પાટનગરમાં એક વ્યક્તિની પોઈન્ટ બ્લેંક રેંજથી ગોળી મારીને હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. સચિવાલયમા ગૃહ મંત્રાલયમાં પ્યુન તરીકે કોન્ટ્રાક પર કામ કરતા વ્યક્તિની સેક્ટર 11 મા હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈને ગાંધીનગર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ગાંધીનગરની સેક્ટર સાત પોલીસની રેન્જમાં બનેલા આ બનાવમાં હત્યાનો ગુનો નોંધી સીસીટીવીને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુત્રોના કહેવા પ્રમાણે યુવકની હત્યા અગાઉ થયેલી તકરાર કે સ્ત્રી પાત્રને કારણે થઈ હોઈ શકે છે. આરોપીઓના સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. આ સીસીટીવી ફૂટેજમાં બંને બાઈક પર જઈ રહ્યાં છે. એક આરોપી બુકાનીધારી છે એક આરોપી હેલ્મેટ પહેરીને પાછળ સવાર છે જેણે ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે. 

મૃતક યુવક કિરણજી મકવાણા ઈંદ્રોડાનો રહેવાસી હતો. પોલીસે ઘટના સ્થળેથી પીસ્તોલ તથા કાર્ટરીજ કબ્જે કરી હતી. બાઈક પર આવેલા બે શખ્સોએ પોઈન્ટ બ્લેન્ક રેંજથી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch