એક આરોપીએ હેલ્મેટ અને બીજાએ બુકાની બાંધી હતી
પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરી
ગાંધીનગરઃ પાટનગરમાં એક શખ્સની પોઈન્ટ બ્લેંક રેંજથી ગોળી મારીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. સચિવાલયમા પ્યુન તરીકે કામ કરતા વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી.જેને લઈને ગાંધીનગર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતા. જેમાં બે લોકો બાઈક પર જઈ રહ્યાં હતા.એક આરોપી બુકાનીધારી જ્યારે બીજો આરોપી હેલ્મેટ પહેરીને પાછળ સવાર હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપી લીધા છે.
ગોઝારિયાના કિરીટ પટેલને મૃતકના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો, જેથી તેને જીતેન્દ્ર સાથે મળીને આ હત્યા કરી હતી, તેઓએ થોડા દિવસથી કિરણની રેકી કરી હતી અને કિરણની પત્નીને પામવા આ હત્યાને અંજામ આપ્યો હતો.
બીજ નિગમની કચેરી પાસે કિરણની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક કિરણ મકવાણા ઈદ્રોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી પીસ્તોલ તથા કાર્ટરીજ કબ્જે કરી હતી. હાલમાં ઝડપાયેલા શખ્સોની પૂછપરછ થઇ રહી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
ગાંધીનગરના રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા 5 પિતરાઈ ભાઈઓનાં મોત | 2023-11-17 15:12:00
દિવાળી પર જ ગુજરાત સરકારના હજારો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોંઘવારી ભથ્થાને લઇને કરાયો આ નિર્ણય | 2023-11-11 21:08:30
જેલ ખાતાના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, કર્મચારીઓના ભથ્થામાં કરાયો આટલો વધારો- Gujarat Post | 2023-11-11 13:20:42
ACB ટ્રેપ- ગાંધીનગર મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાંથી નોંધો કાઢી આપવા માટે લાંચ લેનારો શખ્સ ઝડપાયો | 2023-11-06 20:11:47