ગાંધીનગરઃ સરગાસણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ તેની પત્ની અને માસૂમ પુત્રની હત્યા કરીને આપઘાતનું નાટક કર્યું હતુ, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હરેશ વાઘેલાએ પત્ની આશા અને ચાર વર્ષના પુત્રની હત્યા કરી હતી તેની પાછળનું સાચું કારણ શેરબજારમાં ખોટ નહીં પણ પત્ની પર શંકા હતી.
હરેશ વાઘેલા હેર સલૂનમાં કામ કરતો હતો, તેની પત્ની આશા લોકોના ઘરે ભોજન બનાવતી હતી. હરેશને કોઈએ કહ્યું હતું કે તે કામ પર જાય છે ત્યારે તેની પત્ની કોઈ અન્ય સાથે વાત કરે છે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આશાએ મને મારી નાખો તેમ કહ્યું હતુ, જેનાથી હરેશ વધુ ગુસ્સે થયો હતો.
હરેશે પહેલા તેની પત્નીને લોખંડના સળિયા વડે માર માર્યો હતો અને પછી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. આ દરમિયાન પુત્ર ધ્રુવ જાગી જતાં તેને પણ માર માર્યો હતો. હત્યા બાદ હરેશે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાને પણ ઇજા પહોંચાડી હતી અને સ્યૂસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં લખ્યું હતું કે શેરબજારમાં ભારે નુકસાન અને દેવાના કારણે તે આ પગલું ભરી રહ્યો છે.
પોલીસને શરૂઆતથી જ હરેશ પર શંકા હતી, જ્યારે હરેશ હોસ્પિટલમાં સ્વસ્થ થતાં પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી, જેમાં તેના કાવતરાનો પર્દાફાશ થયો હતો. હવે પોલીસે હરેશની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
ગાંધીનગરમાં RTO ઇન્સ્પેક્ટરે આટલી રકમની લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા | 2025-03-21 17:59:22
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના કેટલા પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યાં ? વિધાનસભામાં સરકારે કરી આ કબૂલાત | 2025-03-21 12:53:37