Sat,17 October 2026,5:08 am
Print
header

ગાંધીનગર મનપા ચૂંટણી: AAP ની 23 ઉમેદવારોની યાદી જાહેર, ટ્રાન્સજેન્ડર એન્જલ માસીને ટિકિટ મળી

  • Published By
  • 2026-09-19 18:30:00
  • /
  • ગાંધીનગર મનપામાં 44 વોર્ડની યોજાશે ચૂંટણી
  • ગાંધીનગર મનપા ઇતિહાસમાં પ્રથમવાર કિન્નર ઉમેદવાર મેદાનમાં: વોર્ડ નં. 10માંથી લડશે ચૂંટણી
  • ગાંધીનગર મનપાનું 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે

ગાંધીનગર: મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પાટનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટી દ્વારા 23 ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવવામાં આવ્યું છે. આ યાદીમાં ડોક્ટર, વકીલ સહિતના શિક્ષિત વર્ગને સ્થાન આપવાની સાથે પાર્ટીએ એક મોટો રાજકીય પ્રયોગ કરતા ગાંધીનગર મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્ય એન્જલ માસી (પારેખ જય શૈલેષભાઈ) ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

પ્રથમ યાદીનું સૌથી ચર્ચાસ્પદ પાસું ટ્રાન્સજેન્ડર એન્જલ માસીની પસંદગી રહ્યું છે. લૂંટારુઓની ચુંગાલમાંથી યુવતીને બહાદુરીપૂર્વક છોડાવીને ચર્ચામાં આવેલા સામાજિક કાર્યકર એન્જલ માસીને આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 10 માંથી ટિકિટ આપી છે. સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગને મુખ્યધારાના રાજકારણમાં લાવવાના આ નિર્ણયની પાટનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, જ્યાંથી સમગ્ર ગુજરાતનું શાસન ચાલે છે તે ગાંધીનગરમાં જ શાસક પક્ષના ભ્રષ્ટ વહીવટના કારણે દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે અને નાગરિકો પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝઝૂમી રહ્યાં છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, 2021ની ચૂંટણીમાં પાટનગરની જનતાએ 'આપ'ને 21 ટકાથી વધુ મતો આપીને સમર્થન આપ્યું હતું. એક જ કોર્પોરેટર હોવા છતાં અમારા પ્રતિનિધિએ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યાં વિના મજબૂત વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યાં છે. આ વખતે અમે શિક્ષિત યુવાનો, તબીબો, ધારાશાસ્ત્રીઓ અને સામાજિક અગ્રણીઓની પસંદગી કરી ગાંધીનગરને વિશ્વસ્તરીય શહેર બનાવવાની નેમ સાથે જનતા સમક્ષ જઈ રહ્યાં છીએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch