Sat,17 October 2026,5:47 am
Print
header

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ

  • Published By
  • 2026-09-25 18:07:13
  • /
  • અનેક જૂના ચહેરાઓને રિપીટ કર્યા
  • બાકી રહેલા 12 ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર થશે
  • 11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ

ગાંધીનગર: પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી મહિને યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મનપા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલી આ યાદીમાં પક્ષ દ્વારા અનેક અગ્રણી અને જૂના ઉમેદવારો પર પુનઃ વિશ્વાસ વ્યક્ત કરી તેમને ટિકિટ ફાળવવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપે વિવિધ 11 વોર્ડ માટે કુલ 32 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. પાર્ટી સંગઠન દ્વારા લાંબી વિચારણા અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ યાદી આખરી કરવામાં આવી છે. મનપાની કુલ બેઠકો પૈકી હજુ ૧૨ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, જેની ઘોષણા પક્ષ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.

ભાજપે આ વખતે મનપા ચૂંટણીમાં સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસને રીપીટ કર્યા છે, જ્યારે મેયર અને ડેપ્યુટી મેયરની ટિકિટ કાપી નાખી છે. આ ઉપરાંત કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કોર્પોરેટર અંકિત બારોટને ટિકિટ આપી છે. જેઓ ચાલુ ટર્મમાં સેનિટેશન ચેરમેન હતા

ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ટિકિટ મેળવનારા ઉમેદવારોએ પ્રચારની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામે પક્ષે બાકી રહેલી બેઠકો પર દાવેદારોમાં ભારે ઉત્સુકતા અને આંતરિક ખેંચતાણ ચાલી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch