Sun,27 November 2022,3:29 am
Print
header

ગાંધીનગરમાં લકઝરી બસે સ્કૂલ વાનને મારી ટક્કર, 10 બાળકો ઇજાગ્રસ્ત- Gujarat Post News

ગાંધીનગરઃ ગાંધીનગરના ચ-6 સર્કલ પર સવારે ખાનગી બસના ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતાં વાન પલટી ગઈ હતી. સ્કૂલવાનમાં 12 બાળકો હતા. જેમાંથી 10 બાળકોને ઈજાઓ થઈ હતી. વાન પલટી જતાં બાળકો રડવા  લાગ્યા હતા. અકસ્માત બાદ આસપાસના સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવ્યાં હતા. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતા તેઓના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યાં હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે.

મળતી વિગત પ્રમાણે, સેકટર – 23માં આવેલી કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો સ્કૂલવાનમાં બેસીને જતાં હતા ત્યારે ચ-6 સર્કલ પાસે બસ ચાલકે ટક્કર મારી હતી. જેમાં 10 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. એકને હાઇટેક અને એકને કે.ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch