મૃતક 32 વર્ષીય રિંકલ મૂળ ભાવનગરના ગારિયાધારની વતની હતા
2011- 12 માં રિંકલ અને હત્યારો મોહન અમરેલીમાં સાથે કોલેજ કરતા હતા
ગાંધીનગરઃ મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિંકલનો હત્યારો તેનો કોલેજ સમયનો પ્રેમી મોહન જ નીકળ્યો છે, તેની અમરેલીથી પોલીસે ધકપકડ કરી લીધી છે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રિંકલ મોહન સાથે લગ્ન કરવા માંગતી હતી, જ્યારે પરણિત મોહન પારઘી લગ્ન કરવા માંગતો ન હતો, જેથી તેને ઉશ્કેરાઇને પોતાની જ પ્રેમીકાના મોઢામાં કપડું દબાવીને શ્વાસ રુંધીને હત્યા કરી નાખી હતી.
મોહન પરણિત છે અને તેને એક દીકરી છે, આરોપી સિરામિકના કારખાનામાં કામ કરતો હતો
રિંકલ વણઝારા અને મોહન પારઘી વચ્ચે વર્ષો જૂના સંબંધો હતા, લગ્નને લઇને વારંવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા, ગઇકાલે જ્યારે રિંકલના ઘરે મોહન પહોંચ્યો હતો ત્યારે પણ બબાલ થઇ હતી અને તેને રિંકલની હત્યા કરી નાખીને તે ફરાર થઇ ગયો હતો. આરોપીને પોલીસે અમરેલીથી પકડી પાડ્યો હતો. જ્યારે રિંકલના ભાઇ-ભાભી ગામડે નીવેદ કરવા ગયા હતા ત્યારે જ તેનો પ્રેમી તેના ઘરે પહોંચ્યો હતો.
ગાંધીનગરના સેક્ટર-24 માં મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ રિંકલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, આ ઘટનામાં મોહનની પોલીસે ધરપકડ કરીને તેની પૂછપરછ કરી ત્યારે નવો ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ રિંકલના મોતથી તેનો પરિવાર આઘાતમાં છે.
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09