Thu,10 July 2025,3:22 am
Print
header

કાયદો વ્યવસ્થાના ધજાગરા, ફિલ્મી ઢબે ગાંધીનગર રહેતા ક્લાસ-1 અધિકારી એવા મદદનીશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ

  • Published By
  • 2024-06-25 21:13:23
  • /

ચિલોડા નજીક ગિયોડથી કરાયું અપહરણ

ગાંધીનગરમાં રહેતા અને પાલનપુરમાં કામ કરતા ક્લાસ-1 અધિકારીનું અપહરણ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ પણ સુરક્ષિત નથી, પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનર આર.કે.વસાવાનું ચિલોડા પાસેના ગિયોડથી ધોળા દિવસે અપહરણ કરાયું હતુ, તેઓ સેક્ટર-12 ના તેમના નિવાસસ્થાનેથી હોસ્પિટલ ગયા બાદ કોઇ કામથી હિંમતનગર જવા નીકળ્યાં હતા, ત્યારે રસ્તામાં કેટલાક શખ્સોએ તેમની ગાડી ઉભી રાખી હતી અને તેમની નીચે ઉતારીને અન્ય ગાડીમાં લઇ ગયા હતા.

તેમને લઇને આ શખ્સો વિજાપુર તરફ જઇ રહ્યાં હતા ત્યારે જ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. ફિલ્મી સ્ટાઇલમાં ક્લાસ-1 અધિકારીનું અપહરણ થતા તેમનો પરિવાર પણ દોડતો થઇ ગયો હતો,પરંતુ ગાંધીનગર પોલીસે આરોપીઓને ઝડપીને વસાવાને સુરક્ષિત કરી દીધા હતા.

આરોપીઓએ કેમ ક્લાસ-1 અધિકારીનું અપહરણ કર્યું તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે અને તેઓ થોડા દિવસમાં નિવૃત પણ થવાના છે, પોલીસને અપહરણની માહિતી કંઇ રીતે મળી તે પણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ કિસ્સો આજે પાટનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch