ગાંધીનગર: મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગના લાંચિયા અધિકારી સામે એસીબીએ લાલ આંખ કરી છે. ફાયર સેફ્ટી રિન્યુંઅલની એન.ઓ.સી.આપવાના બદલામાં રૂ. 20 હજારની ની લાંચ સ્વીકારતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ACBની ટીમે તેમની પોતાની જ ચેમ્બરમાંથી રંગે હાથ ઝડપી પાડ્યાં છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબ ફાયર ઓફિસર તથા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (ઈન્ચાર્જ વર્ગ-1) તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય રાજેશકુમાર બાબુલાલ પટેલે એક નાગરિક પાસે ફાયર સેફ્ટી રિન્યુંઅલની NOC આપવાના અવેજ પેટે રૂ. 20,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ ચૂકવવા તૈયાર ન હોવાથી તેમણે સમગ્ર મામલે ભરૂચ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે ભરૂચ ACB પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. શિંદે તથા તેમની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
સેક્ટર-17 સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરી ખાતે આવેલી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં આરોપી રાજેશકુમાર પટેલે ફરિયાદી પાસેથી રૂ. 20,000 ની લાંચ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાંની સાથે જ ACBની ટીમે તેમને સ્થળ પર જ રંગેહાથ દબોચી લીધા હતા.
ACB એ લાંચ પેટે લીધેલી રૂ. 20,000 ની રકમ રિકવર કરી હતી, આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટનગર ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારી લાંચ લેતાં પકડાતાં મહાનગરપાલિકાના કર્મચારી- અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: 8 વર્ષની માસૂમ બાળકી પર પોક્સો વિથ મર્ડરના ગુનામાં નરાધમને ફાંસીની સજા ફટકારી | 2026-10-09 17:46:25
વિદેશથી MBBS કરનાર ઇન્ટર્ન ડોક્ટરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય | 2026-10-05 17:56:50
ઓપરેશન ગંગાજળઃ ભ્રષ્ટાચાર મામલે બે IAS અધિકારીઓ કે. રાજેશ અને ગૌરવ દહિયાને ફરજિયાત નિવૃત્ત કરાયા | 2026-10-01 19:14:37
ગુજરાતના રાજકારણમાં મોટા ધમાકાના એંધાણ: 9 વર્ષ બાદ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીની શક્યતા | 2026-09-29 18:08:28
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ | 2026-09-25 18:07:13