Thu,25 April 2024,7:18 am
Print
header

સાવધાન...ગાંધીનગર સચિવાલયમાં પ્રવેશ સમયે માસ્ક નહીં હોય તો વસુલાશે દંડ

ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા તમામ વિભાગોને સૂચના 

ગાંધીનગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોને હજુ સુધી કાબુમાં લેવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા ગાંધીનગર જિલ્લા કલેક્ટરે  સોમવારે ગાંધીનગર જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા ઓફિસ, તાલુકા વિકાસ અધિકારી ઓફિસ, દહેગામ, કલોલ અને માણસાના ચીફ ઓફિસરને પત્ર લખીને જાણ કરી છે કે કોરોનાને રોકવા માટે માસ્ક ફરજિયાત છે. ત્યારે માસ્ક નહીં પહેરતા લોકો સામે આકરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરી છે. જેમાં ગાંધીનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરીને દંડ વસુલવો. તેમજ  જૂના અને નવા સચિવાલયમાં માસ્ક વિના આવતા લોકો પાસે દંડ વસુલાશે,  ગાંધીનગરના આંતરિક વિસ્તારમાં પણ પોલીસ તૈનાત કરવા માટે સુચન કર્યુ છે. આ પેટર્નથી ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch