ગાંધીધામઃ ઘણી વખત પ્રેમી માટે સ્વજનોનો સાથ છોડીને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાના પરિણામો ખતરનાક હોય છે. ગાંધીધામમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, મૂળ નેપાળના વતની એવા 33 વર્ષીય સોનમ સુનારનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. સોનમે પોતાના મુસ્લિમ જીવનસાથી સુલ્તાન સાથે જીવન વસાવવા માટે પરિવારનો વિરોધ વહોરી લીધો હતો. પોલીસે તેના પતિ સુલતાન જુસાબ સુમરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની અટકાયત કરી છે. ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સોનમનું મોત કુદરતી નથી. પરંતુ તેના શરીર પર ઊંડી અને ગંભીર ઈજાઓ પણ મળી છે.
સુલ્તાનના પ્રેમમાં સોનમ આંધળી બની ગઈ હતી
આ કરુણ ગાથાની શરૂઆત 2011 માં થઈ હતી, જ્યારે ગાંધીધામના ભારતનગરના રહેવાસી સુલ્તાન સુમરાના પ્રેમમાં આંધળી બનેલી સોનમે પોતાના પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને તેની સાથે ભાગી જઈને લગ્ન કરી લીધા હતા. દીકરીના આ નિર્ણયથી વ્યથિત થઈને તેના પિતા રતનબહાદુર સુનાર અને તેના બે ભાઈઓએ ગાંધીધામ છોડી દીધું. તેઓ પહેલા સિદ્ધપુર ગયા અને અંતે કાયમ માટે પોતાના વતન નેપાળ પાછા ફર્યા હતા.
લગ્નજીવનના શરૂઆતના વર્ષો તો સારી રીતે પસાર થયા,ત્યાર બાદ સુલ્તાનનું અસલી રૂપ બહાર આવવા લાગ્યું. તે નાની-નાની બાબતો પર સોનમ સાથે નિર્દયતાથી મારપીટ કરતો અને તેણે સોનમ પર એટલા કડક પ્રતિબંધો લાદી દીધા હતા કે તેને પોતાના પરિવાર સાથે વાત કરવાની પણ મંજૂરી ન હતી. સોનમ માત્ર દુબઈમાં રહેતા તેના નાના ભાઈ રાહુલ સાથે જ ગુપ્ત રીતે વાત કરી શકતી હતી.
મારા પતિનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર છે, તેઓ મને રોજ મારે છે
12 જુલાઈના રોજ, ભયના ઓથાર હેઠળ જીવી રહેલી સોનમે તેના પિતરાઈ ભાઈ સંતોષ સુનારને ફોન કર્યો હતો, રડતાં-રડતાં તેણે તેના ભાઈને કહ્યું કે તેના પતિનો સ્વભાવ હિંસક છે અને તેઓ તેને રોજ મારે છે. ભયથી ધ્રૂજતી સોનમે તેના ભાઈને ચેતવણી આપી હતી કે તે ક્યારેય તેના ઘરે ન આવે કે તેને ફોન ન કરે, કારણ કે તેમ કરવાથી તે તેની હત્યા કરી નાખશે. તેનો ડર સાચો સાબિત થયો, શુક્રવારે પોલીસને માહિતી મળી કે ભરતનગરમાં એક પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે અને તેના સાસરિયાં ઉતાવળમાં તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યાં છે.
શરીર પર અસંખ્ય ઈજાઓ
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, આરોપી સુલ્તાને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી વાર્તા બનાવી કે સોનમને મૃગીના હુમલા આવતા હતા અને પડી જવાથી તેનું મોત થયું છે. જ્યારે પોલીસે મૃતદેહની તપાસ કરી ત્યારે સુલ્તાનનું ષડયંત્ર પકડાઇ ગયુ, સોનમના શરીર પર અસંખ્ય ઈજાઓ હતી.
હકીકતો જાણવા માટે, મૃતદેહને સૌ પ્રથમ રામબાગ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ પુષ્ટિ કરી હતી કે આ મોત ઘાતકી હુમલાને કારણે થયું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, આરોપી સુલ્તાનની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.
બહેનના મોત બાદ ભાઈ દુબઈથી પરત ફર્યો
બહેનના મોતના સમાચાર મળતાં જ રાહુલ સુનાર દુબઈથી ગાંધીધામ દોડી આવ્યો અને આરોપી સુલ્તાન વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો. શોકમાં ડૂબેલા રાહુલે કહ્યું, મારી એકમાત્ર ઈચ્છા એ છે કે મારી બહેનને ન્યાય મળે, એવો ન્યાય જેનાથી અન્ય કોઈ યુવતીએ આવી પીડા અને વેદના સહન ન કરવી પડે. તે તેના અંતિમ ક્ષણોમાં અમારો સંપર્ક કરી શકી ન હતી.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
લાખો રૂપિયાનો પગાર લેતા કલાસ -1 અધિકારી સહિત બે ACB ના હાથે ઝડપાયા | 2026-09-10 13:08:06
ACB એ PSI ને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધા, પહેલા 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી | 2026-09-05 19:27:05
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11