Fri,28 March 2025,1:52 am
Print
header

UPSC ની તૈયારી કરનારા ગુમ થયેલા પુત્રની લાશ મળતા પિતાનું આક્રંદ, ગણેશ ગોંડલ પર લગાવ્યાં આરોપ - Gujarat Post

  • અગાઉ પણ ગણેશ ગોંડલ વિવાદોમાં આવી ચૂક્યો છે
  • ધારાસભ્યનો પુત્ર હોવાથી પોલીસ મામલો દબાવવાનો પ્રયત્ન કરી રહી હોવાના આક્ષેપ

ગોંડલઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતા બાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યા છે. ગણેશ ગોંડલના માણસોએ એક યુવક અને તેના પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ છે. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને તેની લાશ રાજકોટ પાસેથી મળી છે. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે. 

UPSCની પરીક્ષાની તૈયારી કરતો યુવક ગુમ થતા પરિવારજનો ચિંતામાં છે. દીકરાને પરત લાવવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી હતી, પરંતુ હવે આ યુવાનની લાશ મળી આવી છે.

થોડા મહિના પહેલા જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાં દલિત યુવાન અને એનએસયુઆઈના નેતા સંજય સોલંકી સાથે ગાડી ધીમી ચલાવવા મામલે ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સાથે માથાકૂટ થઈ હતી અને તેના લોકોએ પાઇપ જેવાં હથિયારોથી ઢોર માર મારીને અપહરણ કર્યું હતુ, બાદમાં ગણેશે જેલમાં જવું પડ્યું હતુ.

ત્યારબાદ ગોંડલની નજીક આવેલા એક ખેતરમાં નગ્ન કરીને વીડિયો ઉતારીને માફી મંગાવી હતી. દરમિયાન ગણેશે જાનથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું હતું. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. હવે ગણેશ પર વધુ એક આરોપ લાગ્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch