Wed,16 July 2025,7:19 pm
Print
header

500 કરોડ રૂપિયાની GST ચોરીમાં આરોપી ઝડપાયો, જાણો વધુ વિગતો

  • Published By
  • 2025-06-24 09:02:41
  • /

(પ્રતિકાત્મક ફોટો)

રાજસ્થાનઃ સરકારો GST ચોરી રોકવા માટે સતત કામ કરી રહી છે. તેમ છતાં માફિયાઓ નવા રસ્તા શોધીને કરચોરી કરી રહ્યાં છે. તાજેતરનો કિસ્સો રાજસ્થાનનો છે, જ્યાં 500 કરોડ રૂપિયાની GST ચોરીના આરોપમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનેગારો નકલી આધાર કાર્ડ અને દસ્તાવેજો દ્વારા સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડતા હતા. તેમની ગેંગ દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલી હતી.

240 નકલી કંપનીઓ બનાવીને કૌભાંડ કરાયું

જોધપુરમાં પોલીસે અનેક રાજ્યોમાં ફેલાયેલા 500 કરોડ રૂપિયાથી વધુના GST ચોરી કૌભાંડમાં 7 લોકોની ધરપકડ કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પશ્ચિમ) રાજર્ષિ રાજ વર્માએ જણાવ્યું કે જોધપુરના મસુરિયા વિસ્તારમાં આવેલા ઈ-મિત્ર અને કોમ્પ્યુટર સેન્ટરમાં નકલી આધાર કાર્ડ અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યાં હતા, તેની તપાસ કરતાં આ કૌભાંડ બહાર આવ્યું છે. આરોપીઓ નકલી દસ્તાવેજોનો ઉપયોગ   GST નોંધણી અને કરચોરી માટે કરતા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ થઈ રહ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ ગેંગે અનેક રાજ્યોમાં 240 નકલી કંપનીઓ બનાવી હતી.

આ રીતે તેઓ કરચોરી કરતા હતા

આ ગેંગ નકલી સ્ટેમ્પ પોતાની પાસે રાખતા હતા, જેનો ઉપયોગ નકલી પાનકાર્ડ બનાવવા માટે થતો હતો. તેઓ નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, નકલી કંપનીઓ, બેંક ખાતા અને ઈ-મેલ આઈડીનો ઉપયોગ કરીને જીએસટીમાં કૌભાંડ કરતા હતા. તેનો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલાવતા હતા અને GST-રજિસ્ટર્ડ કંપનીઓમાં વ્યવહારો દર્શાવતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ 2024-25માં દેશમાં 2.23 લાખ કરોડ રૂપિયાની ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ચોરી શોધી કાઢી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch