બેંગલુરુઃ સેન્ટ્રલ GST અધિકારી રૂ. 8 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયા છે. અધિકારીનું નામ મોહિત પ્રતાપ સિંહ છે. લોકાયુક્તે તેમને રૂ. 8 લાખની લાંચ લેતા રંગે હાથે પકડ્યા હતા. જ્યારે મોહિત નોટોથી ભરેલી બેગ સ્વીકારી રહ્યાં હતા, GST સુપરિન્ટેન્ડેન્ટ લાંચ લેતા કેમેરામાં કેદ થયા હતા.
વીડિયોમાં, એક શખ્સ અધિકારીને ગુલાબી રંગની બેગ આપતો જોઈ શકાય છે. બેગની અંદર, 500 રૂપિયાની નોટોના બંડલ દેખાય છે. તેમની સામે બેઠેલા અધિકારી તે માટે બંડલ ગણી રહ્યાં છે. આ બધું કેમેરામાં કેદ થયું હતું.
આ સેન્ટ્રલ GST સુપરિન્ટેન્ડેન્ટ એક ઉદ્યોગપતિ પાસેથી તેમની સામેની ફરિયાદ બંધ કરવાના બદલામાં રૂ. 8 લાખ લાંચ તરીકે સ્વીકારી રહ્યાં હતા. આરોપી અધિકારીની ઓળખ મોહિત પ્રતાપ સિંહ, સેન્ટ્રલ GST, સાઉથ ડિવિઝન- 4, સાઉથ કમિશનરેટના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે થઈ છે.
લોકાયુક્તના જણાવ્યાં અનુસાર, મોહિત સિંહે સૈયદ ઝમીર પાસેથી પેન્ડિંગ સેન્ટ્રલ GST કેસ અને તેમની સામે દાખલ કરાયેલી કથિત ખોટી ફરિયાદ બંધ કરવા માટે 8 લાખ રૂપિયા લાંચ માંગી હતી. આ કેસમાં સલમાન શેખ નામના વ્યક્તિએ વચેટિયા તરીકે કામ કર્યું હતું. આ કેસમાં તેના પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
કોરમંગલાના સેન્ટ્રલ હાઉસ ખાતે સુપરિન્ટેન્ડેન્ટના ચેમ્બરમાં લાંચના પૈસા સ્વીકારતા હતા.લોકાયુક્ત ટીમને બાતમી મળી હતી અને તેમણે છટકું ગોઠવ્યું અને અધિકારીને લાંચ સ્વીકારતા રંગે હાથે પકડી લીધા હતા. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 (2018 માં સુધારેલ) ની કલમ 7A હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
GST officer caught on cam accepting 8 lakh bribe. Central GST Superintendent Mohit Pratap Singh caught by Bengaluru Lokayukta while allegedly accepting an ₹8 lakh bribe to close a complaint against in a pending GST matter. He was working at Kendriya Sadan, Koramangala. https://t.co/Ze4MlpfKEJ
— Deepak Bopanna (@dpkBopanna) September 17, 2026
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11