Wed,17 April 2024,2:24 am
Print
header

GPSC એ વર્ગ-1, 2 અને 3 ની કુલ 215 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત

ગાંધીનગર: રાજ્યના સ્નાતક વિદ્યાર્થીઓ માટે નોકરી મેળવવાની વધુ એક તક ઉભી થઇ છે. GPSC દ્વારા નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15 જગ્યા, નાયબ પોલીસ અધિક્ષક (Dy.S.P.) કુલ 08, જિલ્લા નાયબ રજીસ્ટ્રારની કુલ 1, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની 1, એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 1, સરકારી શ્રમ અધિકારીની 2, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ મળીને વર્ગ 1 અને  2 ની 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-2 ની 06, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-1 ની 13, વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2 ની 06, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-2 ની 01, પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -2 (ખાસ ભરતી)ની 03, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -2 ની 1 તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3 ની 2 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.  આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો 28/9/2021 થી 13/10/2021 ( બપોર 1.00 વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ કે સેમેસ્ટરમાં છે જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, (સમય 3 કલાક) 12/12/2021 ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022 માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જેમાં  એક પ્રશ્નપત્ર 3 કલાકમાં લખવાનું રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch