Thu,25 April 2024,2:05 pm
Print
header

પેરિસમાં કોરોના નિયમોનો વિરોધ કરતાં દેખાવકારો પર ટિયર ગેસ છોડાયા

પેરિસઃ ફ્રાસમાં કોરોના વાઇરસને કારણે લગાવવામાં આવેલા નિયંત્રણોને કારણે 19 હજાર લોકો ભેગા થયા હતા.તેઓ સરકારની નીતિ સામે વિરોધ કરતા હતા અને ઉગ્ર દેખાવો કરતા હતા. જેથી તેમના પર કાબુ  મેળવવા ટિયર ગેસના શેલ છોડવા પડ્યાં હતા.

મોટાભાગના જાહેર સ્થળોએ આરોગ્ય કર્મચારીઓને રસી અપાવવા અને વેક્સિન હેલ્થ પાસ લેવાના જાહેર કરાયેલા નિર્ણયનો દેખાવકારો વિરોધ કરી રહ્યાં છે. વેક્સિન ન લીધેલા લોકો માટે રેસ્ટોરંટ સહિત અન્ય જગ્યાએ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ રાખવો જરૂરી હતો, જેનો વિરોધ કરવા લોકો એકત્ર થયા હતા.  

ફ્રાંસની કુલ વસતિ 35.5 મિલિયન છે. જેમાંથી માત્ર અડધા લોકોને જ એક ડોઝ મળ્યો છે. ત્યારે હવે સરકારની નીતિઓ સામે અહીં જનતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch