Fri,18 June 2021,1:19 am
Print
header

વડાપ્રધાનનું દેશને સંબોધનઃ 21 જૂનથી તમામ રાજ્યોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતુ 32 મિનિટના આ સંબોધનમાં તેમણે મોટી જાહેરાત કરી છે. તમામ રાજ્યોને હવે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી કોરોના વેક્સિન આપવામાં આવશે. 21 જૂન સોમવારથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ નાગરિકો માટે ભારત સરકાર મફત વેક્સીન આપશે. વેક્સીન નિર્માતાઓ પાસેથી કુલ 75 ટકા હિસ્સો ભારત સરકાર પોતે ખરીદી રાજ્ય સરકારને મફત આપશે.

પીએમ મોદીએ કહ્યું કે આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે વેક્સીનેશન સાથે જોડાયેલુ જે 25 ટકા કામ હતુ, તેની જવાબદારી પણ ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા આવનારા 2 સપ્તાહમાં લાગુ થશે. આ બે સપ્તાહમાં કેદ્ર અને રાજ્ય સરકાર મળીને નવી ગાઈડલાઈન અનુસાર આવશ્યક તૈયારી કરી લેશે.

પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી દેશ સતત જે પ્રયાસ અને પરિશ્રમ કરી રહ્યો છે, તેનાથી આવનારા દિવસોમાં વેક્સીનની સપ્લાઈ વધવાની છે આજે દેશમાં 7 કંપનીઓ અલગ-અલગ પ્રકારની વેક્સીનનું પ્રોડક્શન કરી રહી છે. ત્રણ અન્ય વેક્સીનનું ટ્રાયલ પણ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહ્યું છે.

આજે સમગ્ર વિશ્વમાં વેક્સીનની જે માંગ છે તેની તુલનામાં ઉત્પાદન કરનારા દેશ અને વેક્સીન બનાવનારી કંપનીઓ ખુબ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સીન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું સ્થિતી હોત ! પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે તમે છેલ્લા 50-60 વર્ષની ઈતિહાસ જોઈ લો તો ખબર પડશે કે ભારતને વિદેશમાંથી વેક્સીન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા.

મોદીએ એમ પણ કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 80 કરોડ લોકોને હજુ દિવાળી સુધી મફત અનાજ આપવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->