Fri,19 April 2024,3:00 am
Print
header

સની લિયોન સાથે છેતરપિંડી, અભિનેત્રીના PAN કાર્ડને આધારે લેવામાં આવી આટલી લોન – Gujarat Post

(ફાઈલ તસવીર)

  • અભિનેત્રીએ ઈન્ડિયાબુલ્સ સિક્યોરિટી પર મદદ ન કરવાનો આરોપ લગાવ્યાં બાદ એજન્સી આવી હરકતમાં
  • સની લિયોનીના પાન કાર્ડને આધારે લેવામાં આવી રૂ. 2 હજારની લોન
  • એક્ટ્રેસના ટ્વીટર પર લોકોએ આપી પ્રતિક્રિયા

મુંબઈઃ અભિનેત્રી સની લિયોન (sunny leone) છેતરપિંડીનો શિકાર બની છે. અભિનેત્રીએ લખ્યું છે કેટલાક બદમાશોએ તેના પાનકાર્ડનો (pan card) ઉપયોગ કરીને 2,000 રૂપિયાની લોન લઇ લીઘી છે. જે બાદ તેમના ક્રેડિટ સ્કોર પર અસર પડી છે.તેણે ઈન્ડિયા બુલ્સ સિક્યોરિટીઝ (indiabulls securities)પર મદદ ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે

સની લિયોને લખ્યું, "કેટલાક મૂર્ખ લોકોએ 2000 રૂપિયાની લોન લેવા માટે મારા PAN અને CIBIL સ્કોરનો ઉપયોગ કર્યો, ઈન્ડિયા બુલ્સ સિક્યોરિટી લિમિટેડ આ મામલે મને મદદ કરી રહ્યું નથી. ભારત આને કેવી રીતે મંજૂરી આપે છે ? ટ્વીટના થોડા સમય પછી  કંપનીએ અભિનેત્રીનો સંપર્ક કર્યો અને તેની સમસ્યાનું નિરાકરણ કર્યું,જેના પગલે સનીએ તેની ટ્વિટ ડિલીટ કર્યું અને બીજી ટ્વીટ પોસ્ટ કરી.

અભિનેત્રીએ બીજી ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ઈન્ડિયા બુલ્સ સિક્યોરિટીઝ લિમિટેડ અને ઈન્ડિયાબુલ્સ હોમ લોને તેની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી દીધો છે. લખ્યું છે "ઈન્ડિયાબુલ્સ સિક્યોરિટીઝ લિમિટેડ અને ઈન્ડિયાબુલ્સ હોમ લોમનો આભાર.આ બાબતના ઝડપી નિરાકરણ માટે અને તે ફરીથી ક્યારેય ન બને તેની ખાતરી કરવા માટે ધન્યવાદ. હું જાણું છું કે તમે એવા તમામ લોકોની સંભાળ રાખશો જેમને આવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે."

સની લિયોનીના ટ્વીટ બાદ અન્ય ઘણા લોકોએ પણ તેની વોલ પર ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું છે.ઘણા લોકોએ દાવો કર્યો છે કે તેમના ક્રેડિટ રિપોર્ટમાં તેઓ ક્યારેય ન લીધેલી લોનની યાદી દર્શાવે છે. ઉપરાંત તેને કલેક્શન એજન્ટો દ્વારા શો કોઝ નોટિસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.જેને કારણે તેમનો ક્રેડિટ સ્કોર પ્રભાવિત થઈ રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch