Sat,20 April 2024,5:33 am
Print
header

વિશ્વના આ જાણીતા દેશમાં આવી કોરોનાની ત્રીજી લહેર, એક મહિનો લંબાવ્યું Lockdown

પેરિસઃ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના વધતા મામલાને કારણે અનેક દેશોમાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યાં છે. દરમિયાન ફ્રાંસની રાજધાની પેરિસ તથા અન્ય ક્ષેત્રોમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરાઇ છે.

દરમિયાન સ્કૂલ તથા જરૂરી સામાનની દુકાનો ખુલી રહેશે. આ જાણકારી ફ્રેન્ચ મીડિયાના હવાલાથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપી છે. ખબર મુજબ લોકડાઉન દરમિયાન લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ નહીં જઈ શકે. આ પહેલા ફેબ્રુઆરીમાં ફ્રાંસના ઉત્તર વિસ્તારોના કેટલાક સ્થાનો પર આંશિક લોકડાઉન લગાવાયું હતું.

ફ્રાંસમાં નવેમ્બર 2020 બાદ કોરોનાના દર્દીની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી. બ્રાઝિલ, અમેરિકા અને ફ્રાંસમાં કોરોનાના સૌથી વધારે મામલા આવી રહ્યાં છે. ફ્રાંસ કોરોના પ્રભાવિત દેશોના લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે ભારત ત્રીજા ક્રમે છે. વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે ફ્રાંસમાં 24 કલાકમાં 38 હજારથી વધારે નવા મામલા આવ્યાં છે અને 241 લોકોનાં મોત થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch