Wed,24 April 2024,2:26 am
Print
header

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ આપ્યું રાજીનામું

કોંગ્રેસ હાઇકમાન્ડ સહિતના નેતાઓ અપરિપકવઃ મણિલાલ

અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસમાં ભંગાણ થવાનું યથાવત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિની રાજીનામું મોકલ્યું છે. પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપતા કૉંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ છે. 2017 ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાની ટીકીટ કાપી અને જીગ્નેશ મેવાણીને વિપક્ષમાં સ્થાન અપાયું હતું. કોંગ્રેસે તેનો કોઇ ઉમેદવાર અહીં ઉભો રાખ્યો ન હતો. જેના લીધે મણીલાલ વાઘેલા કોંગ્રેસથી નારાજ હતા.  

કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. આજે વડગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી છે. તેમજ 2012માં ભાજપના કેબિનેટ મંત્રી સ્વ. ફકિરભાઇ વાઘેલાને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બન્યાં હતા.

મણિલાલે કોંગ્રેસ હાઇકમાન્ડ સહિતના નેતાઓને અપરિપકવ ગણાવ્યાં છે અને પાર્ટીની હજુ વધુ દુર્દશા થશે તેમ જણાવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch