સુરેન્દ્રનગરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રૂ.1,500 કરોડના જમીન કૌભાંડના સંબંધમાં સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. શુક્રવારે ED ની ત્રણ ટીમોએ તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ લાંબી પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં NA (બિન-કૃષિ) જમીન રૂપાંતરણ સંબંધિત ગેરરીતિની વ્યાપક તપાસનો એક ભાગ છે.
ACB એ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો
આ કાર્યવાહી 23 ડિસેમ્બર, 2025 ના રોજ કરવામાં આવેલા દરોડામાં થઇ છે, જ્યારે ED એ તત્કાલીન સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના પરિષરમાં દરોડા પાડ્યાં હતા. ED અધિકારીએ સુરેન્દ્રનગરના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ખાતે રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરેટના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાઓ પછી, રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી.
રૂ.1 કરોડની લાંચ લેવાનો આરોપ
ACB ફરિયાદ મુજબ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પર તત્કાલીન કલેક્ટર, તેમના કારકુન અને અંગત મદદનીશની જાણકારી અને મિલીભગતથી કુલ રૂ.1 કરોડની લાંચ લેવાનો આરોપ છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે તેમને એવા દસ્તાવેજો પણ મળ્યાં છે જેમાં આ સમગ્ર રેકેટમાં સામેલ વચેટિયાઓ અને તેમને કરવામાં આવેલી ચુકવણીની વિગતો છે.
દરોડા દરમિયાન રૂ. 67.50 લાખ જપ્ત
23 ડિસેમ્બરના રોજ, EDએ સુરેન્દ્રનગર જિલ્લામાં મોરીના નિવાસસ્થાને દરોડા દરમિયાન રૂ. 67.50 લાખ રોકડા જપ્ત કર્યા હતા. આ રકમ એક બેડરૂમમાંથી મળી આવી હતી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 17 હેઠળ જપ્ત કરવામાં આવી હતી.
મોરીએ ગુનો કબૂલ્યો
પીએમએલએ હેઠળ નોંધાયેલા પોતાના નિવેદનમાં ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલી રોકડ લાંચના પૈસા હતા, જે અરજદારો પાસેથી સીધા અથવા વચેટિયાઓ દ્વારા જમીન ઝડપથી NA કરવા માટે કરાયા લેવાયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
ભેળસેળ સામે મોટી કાર્યવાહી, પાટણમાંથી 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત | 2026-08-21 14:17:13
ભાગો ભાગો રેડ પછી... ભાવનગરમાં જુગાર રમી રહેલા લોકો પોલીસના ડરથી ભાગ્યા અને કૂવામાં પડતા 3 નાં મોત | 2026-08-18 14:06:03
ગુજરાતમાં ED ની મોટી કાર્યવાહી, નકલી સરકારી કચેરીના કેસમાં આરોપીઓની રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત | 2026-08-18 09:53:37