Thu,15 January 2026,5:41 am
Print
header

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

  • Published By PANNA PATEL
  • 2025-12-30 08:20:04
  • /

ઢાકાઃ બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું નિધન થયું છે. તેમણે 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. ખાલિદા ઝિયાની તબિયત બગડવાના સમાચાર ફેલાતાં જ બીએનપીના સમર્થકો અને નેતાઓ હોસ્પિટલની બહાર જમાવડો થયો હતો.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વેરિફાઇડ ફેસબુક પેજ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાલિદા ઝિયાનું નિધન સવારે લગભગ 6 વાગ્યે, ફજરની નમાઝ પછી થયું હતું.

ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા

ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેમણે બીએનપી (બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી)નું પણ નેતૃત્વ કર્યું હતું. બીએનપી મીડિયા સેલના સત્તાવાર ફેસબુક પેજ પર તેમના મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી.

પુત્ર તારિક મધ્યરાત્રિએ હોસ્પિટલમાં પહોંચ્યાં

ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ પછી 25 ડિસેમ્બરે લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા હતા. 

બાંગ્લાદેશમાં ચૂંટણી ક્યારે છે ?

બાંગ્લાદેશમાં આવતા વર્ષે 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે ઓગસ્ટ 2024 માં વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી અને ત્યારથી મુહમ્મદ યુનુસ સુકાન સંભાળી રહ્યા છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch