ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ, રૂપિયા વગર કેટલાક સરકારી બાબુઓ કામ જ નથી કરતા
જનતા ત્રાહિમામ, દરેક કામો માટે રૂપિયાની માંગ
ગુજરાત એસીબીની સરાહનીય કામગીરી
અમદાવાદઃ એસીબીએ ગુનો દાખલ કર્યા પછી હવે આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરાઇ છે, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. એસીબી દ્વારા વર્ષ 2023થી શરૂ કરાયેલી તપાસમાં અનેક નવી બાબતો સામે આવી હતી. જેમાં કેતકી વ્યાસ પાસે કાયદેસરના પગાર કરતાં 68.84 ગણી વધુ એટલે કે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી હતી.
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કરીને શહેરના શેલા વિસ્તારમાં આવેલા તેમના બહેનના ઘરમાં છુપાયેલા કેતકી વ્યાસની એસીબીએ ધરપકડ કરાઈ હતી.
કેતકી વ્યાસ પાસે અમદાવાદના બોડકદેવના શિવાલિક લીગસી અને સાયન્સ સિટી રોડ પર લક્ઝુરિયર્સ ફ્લેટ, ત્રાગડ ખાતે એક બંગલો અને વિરમગામમાં એક દુકાનનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમની પાસે અનેક કાર પણ છે. અને 24 જેટલા બેંક ખાતાઓમાં પણ મોટા વ્યવહારો મળ્યાં હતા.
આ કેસમાં એસીબીના એક અધિકારીએ જણાવ્યું કે આણંદ ખાતે ફરજ બજાવતા તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે અપ્રમાણસર મિલકતની અરજી મળી હતી અને સામાન્ય વહીવટ વિભાગ પાસેથી મંજૂરી મેળવીને 2023 માં તપાસ શરૂ કરી હતી. તે વર્ષ 2001ની બેચમાં ચીફ ઓફિસર તરીકે જોડાયા બાદ જીપીએસસી પાસ કરીને મામલતદાર બન્યાં હતા. ત્યાર બાદ નાયબ કલેક્ટર તથા અધિક કલેક્ટર તરીકે પ્રમોશન મેળવ્યું હતું.
આરોપીની કાયદેસરની કુલ આવક 5 કરોડ 17 લાખ રૂપિયા જેટલી થાય છે. જેની સામે તેમની પાસે 68.84% એટલે કે 3 કરોડ 56 લાખ રૂપિયાની વધારાની સંપત્તિ મળી આવી છે, જેનો તે કોઈ સંતોષકારક તેઓ જવાબ આપી શક્યા ન હતા. જેથી અપ્રમાણસર મિલકતના ગુનામાં તેમની ધરપકડ કરાઇ છે. બીજી તરફ તેમની ધરપકડ બાદ ચર્ચાઓ થઇ રહી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવામાં મહિલા અધિકારીઓ-કર્મચારીઓ પણ હવે અવ્વલ બની રહી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07