ભાવનગરઃ 5મી નવેમ્બરથી ગુમ થયેલા ફોરેસ્ટ વિભાગના ACF શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યનો મૃતદેહ 16મી નવેમ્બરે દાટેલી હાલતમાં મળ્યો હતો. ACF શૈલેષ ખાંભલાએ ત્રણેયની હત્યા કરીને હેડવાર્ટરન પાછળ ખાડો ખોડીને દાટી દીધા હતા. ભરતનગર પોલીસે પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નયનાબેન અને શૈલેષના લગ્નને 15 વર્ષ થઈ ગયા હતાં. નયનાબેન બંને સંતાનો સાથે સુરતમાં રહેતા હતા જ્યારે શૈલેષની નોકરી પ્રમાણે બદલી થતી રહેતી અને તે હાલમાં ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોવાથી નયનાબેન સંતાનો સાથે ભાવનગર આવ્યા હતા. 5મી નવેમ્બરે ત્રણેય સુરત પાછા જવા નીકળ્યાં હતા, પરંતુ ત્યાં ન પહોચતા શૈલેષે ગુમ થયાની ફરિયાદ કરી હતી.
પિયરપક્ષે સરકારને ન્યાયની માંગ કરતાં કહ્યું કે શૈલેષ જ હત્યારો છે.તેને ફાંસીની સજા મળવી જોઈએ. સાથે જ જો અન્ય લોકો પણ મદદગાર હોય તો તેમને પણ સજા મળે. પોલીસ પૂછપરછમાં શૈલેષે જ આ હત્યાઓ કરી હોવાનું સામે આવ્યું છે, આ કેસમાં વધુ તપાસ થઇ રહી છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
ભેળસેળ સામે મોટી કાર્યવાહી, પાટણમાંથી 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત | 2026-08-21 14:17:13
ભાગો ભાગો રેડ પછી... ભાવનગરમાં જુગાર રમી રહેલા લોકો પોલીસના ડરથી ભાગ્યા અને કૂવામાં પડતા 3 નાં મોત | 2026-08-18 14:06:03
ગુજરાતમાં ED ની મોટી કાર્યવાહી, નકલી સરકારી કચેરીના કેસમાં આરોપીઓની રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત | 2026-08-18 09:53:37