મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. અહીં છેલ્લા ઘણાં સમયથી રાજકીય અસ્થિરતા છે.ઇમરાન સરકારના વિરોધી પક્ષો રસ્તાઓ પર પોતાની શક્તિ બતાવી રહ્યાં છે. જ્યારે મરાન ખાન 'નવા પાકિસ્તાન'ના નારા લગાવી રહ્યાં છે. જો કે, નવા પાકિસ્તાનની વાતોને લઇને તેમની સરકાર કંઇ કરી શકે તેમ નથી, પાકિસ્તાનમાં જનતા એક એક દાણા માટે ત્રસ્ત છે. મોંઘવારી વધી રહી છે. ખાદ્ય પદાર્થોની મોટી અછત છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. જે બાદ હવે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ઇમરાન ખાન સામે જોરદાર વિરોધ શરૂ થયો છે.
પીઓકેમાં ઈમરાન વિરોધી પ્રદર્શન
પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોંઘવારી વધી રહી છે. જેની સામે 13 જાન્યુઆરીના રાવલાકોટમાં એક્શન કમિટીએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શન ઇમરાન ખાન સરકારના તે નિર્ણય સામે કરવામાં આવ્યું, જેમાં ઇમરાન સરકારે લોટ પરની સબસિડી નાબૂદ કરી દીધી છે. સબસિડી સમાપ્ત કર્યાં પછી, સામાન્ય લોકો પાસે લોટ પણ નથી, તો તેઓ રોટલી કેવી રીતે ખાય ?
સુરક્ષાકર્મીઓ સાથે અથડાયા પ્રદર્શનકારી
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ એટલી ભયંકર છે કે જનતાને પેટ ભરવા માટે લોટ પણ નથી, જે બાદ રોષે ભરાયેલા ટોળાએ ના માત્ર રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી.આ આગમાં પોલીસના અનેક વાહનો પણ બળી ગયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ના માત્ર લાઠીચાર્જ કર્યો, પરંતુ તેઓએ પ્રદર્શનકારીઓ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું. પીઓકેમાં ઘણા સમયથી મોંઘવારી સામે લોકો અવાજ ઉઠાવી રહ્યાં છે, પરંતુ ઇસ્લામાબાદમાં બેઠેલી ઇમરાન સરકાર અને ત્યાંનું કઠપૂતળી સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ મૌન છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33