Thu,25 April 2024,4:18 am
Print
header

Big news- કોરોના સામે જંગ, રૂ. 1 લાખ 70 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર, બેંક ખાતામાં આવશે રૂપિયા

ખેડૂતોને પણ મોટી રાહત

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને કારણે 21 દિવસનું લોકડાઉન છે, ધંધા-રોજગાર બંધ છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલીઓ વધી ગઇ છે, ત્યારે ખેડૂતો, મજૂરો અને દેશના નાગરિકોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યાં છે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને પ્રેસ કોન્ફરન્સ કરીને 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. કોરોના સામે લડી રહેલા 20 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને 50 લાખ રૂપિયાનો વીમો અપાયો છે, એક કર્મચારીને 50 લાખ રૂપિયાનો વીમો અપાયો છે, ઉપરાંતે ખેડૂતોના ખાતામાં એપ્રિલ મહિનામાં 2000 રૂપિયા જમા કરાશે. 

રાહત પેકેજના મહત્વના મુદ્દા 

1 લાખ 70 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ

8 કરોડ ખેડૂતો માટે જાહેરાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ.2000 એપ્રિલના પહેલા સપ્તાહમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે 

20 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને વીમો, એક કર્મચારીને 50 લાખ રૂપિયાનો વીમો 

ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ BPL પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી ગેસ સિલિન્ડર

20 કરોડ મહિલાઓના જનધન ખાતાઓમાં ત્રણ મહિના સુધી 500-500 રૂપિયા

વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને 1000 રૂપિયા વધારાના મળશે

મનરેગા હેઠળ આવતા મજૂરોની મજૂરી 182 રૂપિયાથી વધીને 202 રૂપિયા 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબોને ભોજન 

દરેક વ્યક્તિને કુલ 10 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો દાળ ત્રણ મહિના માટે મફત આપવામાં આવશે.

કર્મચારીઓના ખાતામાં 3 મહિના સુધી પ્રોવિડન્ટ ફંડની 24 ટકા રકમ સરકાર આપશે

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch