Sat,08 August 2026,10:11 pm
Print
header

ગુજરાતમાં પૂરનો કહેર: બે દિવસમાં 30 લોકોનાં મોત, અમદાવાદમાં 20 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

  • Published By Panna Patel
  • 2026-07-25 09:46:42
  • /

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનો કહેર યથાવત છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. છેલ્લા 48 કલાક દરમિયાન રાજ્યભરમાં વરસાદને કારણે 30 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

ગુરુવારે અમદાવાદમાં 296 મિમી (12 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 100 વર્ષમાં એક દિવસમાં પડેલો ચોથો સૌથી વધુ વરસાદ છે, જેના પરિણામે શહેરના અનેક વિસ્તારો અને સોસાયટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

20 વર્ષ બાદ અમદાવાદમાં ભારે વરસાદ

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં આ પ્રથમ વખત છે, જ્યારે અમદાવાદમાં 24 કલાકના ગાળામાં આટલો ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ખૂબ ભારે વરસાદની આગાહી કરી છે.

200 થી વધુ લોકોને બચાવી લેવાયા

સેનાના જવાનોએ રાહત કામગીરીમાં મદદ કરી અને 200 થી વધુ લોકોને બચાવી લીધા. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા અત્યંત આલીશાન સંકુલ 'સેન્ટોસા પાર્ક્સ'માં, પાણીમાં ડૂબી ગયેલા બંગલાઓમાંથી 50 થી વધુ લોકોને હોડી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતા.

વલસાડ અને નવસારીમાં પૂરનો કહેર

દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, પૂરના પાણી ઓસરવાની સાથે મૃતદેહો મળી આવી રહ્યા છે. અધિકારીઓએ નવસારીમાં 15, વલસાડમાં 7, ખેડામાં 4 તથા અમરેલી અને સુરતમાં 2-2 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

50 થી વધુ ટ્રેનો રદ કરાઇ

દરમિયાન, પૂર અને ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ ગંભીર બની રહી છે. પૂરને કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ ટીમોએ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં રેલવે સેવાઓ ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે અને 50 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch