Sat,08 August 2026,9:13 pm
Print
header

ગુજરાતમાં જૈશના વધુ 5 આતંકવાદીઓની ધરપકડ, અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો હતો પ્રયાસ

  • Published By Panna Patel
  • 2026-07-17 15:36:40
  • /

અમદાવાદઃ પહેલા ગુજરાત ATS એ જૈશ સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદની પૂછપરછ અને તપાસને આધારે હવે વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ગુજરાત ATS એ આ રાષ્ટ્રવિરોધી કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓ તેમજ સંબંધિત સાક્ષીઓની પૂછપરછ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોની સ્થાનિક પોલીસની મદદથી સંબંધિત વ્યક્તિઓને ATS ની કચેરીએ લાવવામાં આવ્યાં હતા. આતંંકીઓએ સ્થાનિક સ્તરે બોમ્બ બનાવવાનો અને તેનો ઉપયોગ કરવાનો 7 વખત પ્રયાસ કર્યો હતો. તેમને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા અને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. થોડા દિવસો પહેલા પકડાયેલા 8 આતંકવાદીઓ પાસેથી તેમના વિશે માહિતી મળી હતી.

ધરપકડ કરાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ

1. બિલાલ આબીદભાઈ શેરા (24 વર્ષ)

મૂળ સ્થળ: શેરવાસ, ચાતવડા, પાટણ જિલ્લો.
વર્તમાન સરનામું: હોટેલ દિવ્યા પેલેસ, બેંક ઓફ બરોડાની ઉપર, કઠવાડા GIDC, અમદાવાદ.
શિક્ષણ: જમીયત-ઉલ-ઉલૂમ મદ્રેસા, ગડા.

2. મોહમ્મદ અયુબ કડીવાલા (22 વર્ષ)

રહેવાસી: ખાડિયાસણ, સિદ્ધપુર, પાટણ જિલ્લો.
હાલનું સ્થાન: મિયાં અબુલ હસન મદ્રેસા, ખાડિયાસણ.

3. મોહમ્મદ અયુબભાઈ સુનાસરા ઉર્ફે મોહમ્મદ ખલી (20 વર્ષ)

વ્યવસાય: વિદ્યાર્થી
રહેવાસી: પ્રાથમિક શાળાની સામે, ખાખી, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ.
હાલનું સ્થાન: દારુલ ઉલૂમ મતલીવાલા મદ્રેસા, ભરૂચ.

4. શાફિયા રઈસ મુખી ઉર્ફે શફી છાપી (21 વર્ષ)

રહેવાસી: અક્સા મસ્જિદ પાસે, છાપી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા.
વર્તમાન સ્થાન: મિયાં ઈસ્લામિયા તાલીમુલ નૌન મદરેસા, દાભેલ.

5. મોહમ્મદ હસન હનીફભાઈ કરાડિયા ઉર્ફે હસન હૈદરપુરી (20 વર્ષ)

રહેવાસી: મોહમ્મદપુરા વાસ, હૈદરપુરા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ.
હાલનું સ્થાન: દારુલ ઉલૂમ મતલીવાલા મદ્રેસા, ભરૂચ.

તપાસ દરમિયાન અન્ય તથ્યો પણ સામે આવ્યાં છે. આ ઘટના અગાઉ 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક આરોપીઓ ખાસ કરીને મિયાં અબુલ હસન 2023 થી બોમ્બ બનાવવાની પદ્ધતિઓ અને IED વિસ્ફોટ કરવાની પ્રક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યાં હતા. તેમણે એકલા મુજાહિદે કેવી રીતે જેહાદ કરવી જોઈએ અને તેવા જ અન્ય લખાણોની નકલો મેળવી હતી, તેનો અભ્યાસ કર્યો હતો અને તેની આપ-લે કરી હતી. આરોપી મોહમ્મદ અમીન શેરા જેહાદી વિચારધારાનો પ્રચાર કરતા ભાષણો અને ઉપદેશો આપતો હતો.

2023 અને ફેબ્રુઆરી 2026 ની વચ્ચે આરોપીઓએ આઠ અલગ-અલગ પ્રસંગોએ વિવિધ સ્થળોએ વિસ્ફોટક ટાઈમર મિકેનિઝમનું પરીક્ષણ કર્યું હતું અને વિસ્ફોટના પ્રયોગો કર્યા હતા. તેમણે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સ અને સ્થાનિક બજારોમાંથી ગનપાઉડર (દારૂગોળો) બનાવવા માટે વપરાતી સામગ્રી ખરીદી હતી અને બોમ્બ બનાવવા તથા વિસ્ફોટ કરવાની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી મોહમ્મદ અમીન શેરા પાસેથી IED બનાવવા માટે વપરાતી સામગ્રી પણ મળી આવી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બિલાલ આબિદભાઈ શેરાએ અગાઉ ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ અમીન શેરાને એક પેન ડ્રાઈવ સોંપી હતી, આ પેન ડ્રાઈવમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના જેહાદી ભાષણો, વીડિયો અને જેહાદી સાહિત્યનો સમાવેશ થતો હતો. આ સામગ્રીની મુદ્રિત નકલો વિવિધ સ્થળોએ તૈયાર કરવામાં આવી હતી.

આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે મોહમ્મદ અમીન શેરા, અહેમદ ગાવવાલા, ઝકરિયા ઘાઘા અને અન્ય આરોપીઓ સાથે મળીને મસ્જિદોમાં બેઠકો યોજી હતી, લોકોને કટ્ટરપંથી વિચારધારા તરફ ઉશ્કેર્યા હતા અને IED (આઈઈડી) બનાવવા તથા તેને સફળતાપૂર્વક વિસ્ફોટ કરવાની રીતો શીખી હતી. તમામ આરોપીઓ અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે (એકલો મુજાહિદ જિહાદ કેવી રીતે કરે) શીર્ષકવાળા પુસ્તકની નકલો તૈયાર કરતા અને વાંચતા હતા, તેમજ મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને પણ જિહાદમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતા.  આરોપીએ આવા કુલ ત્રણ મેળાવડા (કટ્ટરપંથી પ્રચાર સભાઓ) યોજ્યા હતા.

તપાસ દરમિયાન મળી આવેલી સામગ્રી

જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ

આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના જેહાદી પુસ્તકોની મુદ્રિત નકલો

મસૂદ અઝહરને સંબોધિત પત્રોની નકલો

આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે રૂ. 1,30,000 ની રોકડ રકમ

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch