Sat,17 October 2026,5:39 am
Print
header

Big News: ડ્રગ્સનો મસમોટો જથ્થો દરિયામાંથી ઝડપાયો, અંદાજે ૩ હજાર કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ

  • Published By PANNA PATEL
  • 2026-09-30 08:47:45
  • /

કચ્છઃ ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) અને કોસ્ટ ગાર્ડે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં અંદાજે 526 કિલો ઉચ્ચ-ગ્રેડ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 3,000 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે. ઓપરેશન દરમિયાન, એક શંકાસ્પદ ઈરાની બોટને અટકાવવામાં આવી હતી, તેમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન 25 સપ્ટેમ્બરના રોજ લક્ષદ્વીપની પશ્ચિમમાં અરબી સમુદ્રમાં થયું હતું.

 

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS ને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. ત્યાર બાદ, દરિયામાં દેખરેખ શરૂ કરવામાં આવી હતી. શંકાસ્પદ બોટ પર સતત નજર રાખવામાં આવી હતી અને તેની ગતિવિધિઓની માહિતી ભેગી કરવામાં આવી રહી હતી. વિશ્વસનીય માહિતીને આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે તેનો પીછો કર્યો હતો, આખરે આ બોટને અટકાવી હતી.

 

25 સપ્ટેમ્બરના રોજ, ભારતીય કોસ્ટ ગાર્ડે શંકાસ્પદ બોટ અટકાવી હતી. સુરક્ષા દળોએ બોટ પર ચઢીને શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન, હેરોઈન અને મેથામ્ફેટામાઈન સહિત આશરે 526 કિલો પ્રતિબંધિત માદક દ્રવ્યો મળી આવ્યાં હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત રૂ. 3,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

 

આ કાર્યવાહીમાં 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તેમની પૂછપરછ થઇ રહી છે.

 

ભારતીય કોસ્ટ ગાર્ડના મતે, આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખશે. ડ્રગ્સનો મોટો જથ્થો ભારતીય દરિયાના કિનારા સુધી પહોંચે તે પહેલાં જ જપ્ત કરવામાં આવ્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch