Mon,28 April 2025,11:59 pm
Print
header

નબળો પ્રતિસાદ, સલમાન ખાનની સિકંદરને પ્રથમ દિવસે આટલું કલેકશન મળ્યું

મુંબઈઃ નિર્માતા સાજિદ નડિયાદવાલા અને દિગ્દર્શક એઆર મુરુગદાસની ફિલ્મ સિકંદરને રિલીઝના પહેલા દિવસે કેટલી સ્ક્રીન અને શો મળ્યા તે જાણીને તમને આશ્ચર્ય થશે.ફિલ્મના નિર્માતાઓએ રવિવારે લગભગ 22,000 શો માટે તૈયારીઓ કરી હતી જે લગભગ 5,500 સ્ક્રીન પર એક સાથે રિલીઝ થઇ હતી. પરંતુ, આટલા ધામધૂમથી રિલીઝ થયેલી ફિલ્મ સિકંદરને સારું ઓપનિંગ મળ્યું નથી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી માત્ર 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ માટે આ શરૂઆત સારી નથી.

સલમાન ખાનની છેલ્લી ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. યશ રાજ ફિલ્મ્સની આ ફિલ્મ 'ટાઈગર 3' પણ રિલીઝના પહેલા દિવસે તેના બજેટના 20 ટકા કલેક્શન કરી શકી ન હતી, પરંતુ તેનું પહેલા દિવસનું કલેક્શન 44.50 કરોડ રૂપિયા હતું. લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ 'ટાઈગર 3' ટિકિટ બારી પર સારો દેખાવ કરી શકી ન હતી.

 પહેલા દિવસે માત્ર 26 કરોડ રૂપિયાની કમાણી કરી

સાજિદ 'સિકંદર' ફિલ્મના પરિણામો જોયા પછી તેની આગામી ફિલ્મ 'કિક 2' વિશે નિર્ણય લેવા જઈ રહ્યાં છે, પરંતુ હવે કદાચ આ ફિલ્મ ટૂંક સમયમાં શરૂ નહીં થાય. તેનું કારણ સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મ 'સિકંદર'નું સંભવિત કલેક્શન છે. હિટ જાહેર થવા માટે, ફિલ્મને ટિકિટ બારી પર ઓછામાં ઓછા 300 કરોડ રૂપિયાની કમાણી કરવાની જરૂર છે પરંતુ તેનું ઓપનિંગ કલેક્શન ફક્ત 26 કરોડ રૂપિયા હતું. 26 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ 'સિકંદર'ની ખરી મુશ્કેલી સોમવારથી શરૂ થવા જઈ રહી છે. આ દિવસે ઈદ હોવા છતાં, રવિવારે ફિલ્મ જોનારા લોકો તરફથી મળેલો પ્રતિસાદ સોમવારે ફિલ્મના કલેક્શન પર ચોક્કસ અસર કરશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch