રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી શરદી, તાવ અને ઉધરસના કેસોમાં મોટો વધારો
અચાનક વાતાવરણમાં આવેલા પરીવર્તનથી વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો
વડોદરામાં સંદિગ્ધ H3N2 વાયરસથી એક મહિલાનું થઈ ચૂક્યું છે મોત
ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે H3N2 વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. ભાવનગરમાં H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક H3N2 વાઇરસની ઝપેટમાં આવી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેના પરિવારજનોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના 14 આરોગ્ય કેન્દ્રોમાં તાવ, શરદી અને ઉધરસના 750 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. શહેરના ત્રણ મહિલા દર્દી અને એક પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજ્યમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. જ્યારે H3N2ના 4 જેટલા કેસ છે. જેમા સંદિગ્ધ H3N2 વાયરસથી રાજ્યમાં પ્રથમ મોત વડોદરામાં થયું છે. ફતેગંજ વિસ્તારના 58 વર્ષના મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 કેસ અને અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 268 એક્ટિવ કેસ છે, રાજ્યમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ- Gujarat Post | 2023-03-28 11:53:36
પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ | 2023-03-26 17:38:53
અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું | 2023-03-21 07:03:48
હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક | 2023-03-20 18:36:28