Wed,24 April 2024,5:50 am
Print
header

દેશમાં રસીકરણની આડઅસરનો પ્રથમ કિસ્સો આવ્યો સામે, જાણો શું થયું ?

નવી દિલ્હીઃ શનિવારથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો અને પ્રથમ દિવસે ગુજરાતમાં 13,274 કોરોના વોરિયર્સને રસી અપાઇ હતી. જ્યારે દેશમાં 1,91,181 લોકોને  રસી અપાઈ હતી. આ રસીકરણની શરૂઆત સિનિયર તબીબોથી કરાઇ હતી જે અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયન, વોર્ડ બોય, આયા અને સફાઇ કામદારો સુધીના તમામ કર્મચારીઓને રસીકરણ કરાયું હતું. રસીકરણ દરમિયાન કેટલાક હળવા તો કેટલાક ભારે આડ અસરના એકથી બે કેસ સામે આવ્યાં છે. કોલકતામાં એક નર્સ રસી આપ્યાંના 15 મીનિટ બાદ બેભાન થઇ ગયા હતા.

રસીકરણના પહેલા તબક્કામાં હેલ્થ વર્કરને રસી અપાઇ રહી છે ત્યારે કલકતામાં 35 વર્ષિય નર્સને કોવિશીલ્ડની રસી અપાઇ હતી. તેમનામાં વેક્સિનેશનની આડઅસર જોવા મળી હતી.નર્સને રસી આપ્યા બાદ તે બેભાન થઇ ગયા હતા, નર્સની હાલત જોતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અન્ડર ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા.દિલ્લી અને કોલકતામાં રસીકરણ દરમિયાન સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યાં છે. નિષ્ણાતોના જણાવ્યાં મુજબ રસી બાદ હળવી કેટલીક સાઇડ ઇફેક્ટ જોવા મળી શકે છે જે સામાન્ય છે. જેમ કે રસી આપ્યાં બાદ તાવ આવવો, માથુ ભારે લાગવું, માથાનો દુખાવો, ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી શકે છે. જો કે દરેક વ્યક્તિએ કોરોનાની રસી લેવી જોઇએ અનેક પરીક્ષણો પછી તેને માર્કેટમાં મુકવામાં આવી છે જેથી તે સુરક્ષિત છે. 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,144 નવા કેસ અને વધુ 181 લોકોનાં મોત થયા છે.કુલ કેસની સંખ્યા 1,05,57,985 પર પહોચી છે. 1,01,96,885 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. હાલ 2,08,826 એક્ટિવ કેસ છે કુલ 1,52,274 લોકોના કોરોનાથી મોત થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch