Thu,25 April 2024,10:30 am
Print
header

Tokyo Olympics: ઓલિમ્પિક વિલેજમાં કોરોનાનો કેસ મળતાં ફફડાટ, આયોજનકર્તાએ કરી પુષ્ટિ

ટોક્યોઃ ઓલિમ્પિકના આયોજન પર સતત સંકટના વાદળો છવાયા છે. દરમિયાન ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો હોવાની આયોજનકર્તાએ પુષ્ટિ કરી છે. રમતોના મહાકુંભની શરૂઆત 23 જુલાઈથી થશે. પરંતુ ઓલિમ્પિક વિલેજમાં કોરોના  પોઝિટિવ કેસ આવતાં આયોજન પર અનેક સવાલ ઉભા થયા છે.જો કે કોવિડ-19 વૈશ્વિક મહામારીને જોતાં ટોક્યોમાં 6 સપ્તાહ માટે કોરોના ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.

રમતોત્સવ શરૂ થવાને હવે માત્ર છ દિવસનો સમય બાકી છે ત્યારે ઓલિમ્પિક વિલેજમાં કોરાનોનો કેસ સામે આવતાં ફફડાટ ફેલાયો છે. જાપાન સરકારે ટોક્યોમાં કોરોનાની વધારે અસર ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભર્યાં છે. તેમ છતાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે. ચાલુ સપ્તાહે ટોક્યોમાં છેલ્લા છ મહિનામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. આ પહેલા કોરોના સંક્રમણને જોતા અનેક દેશો તેમના એથલિટને ટોક્યો મોકલવાની ના પાડી દીધી હતી.

બીજી તરફ આજે સવારે ભારતીય શૂટિંગ ટીમ ટોક્યો પહોંચી છે જ્યાં તેમના કોવિડ-19 ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યાં હતા તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ માહિતી આપી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch