એટલાન્ટાઃ અમેરિકાના જોર્જિયાના ત્રણ સ્પા સેન્ટરમાં ફાયરિંગની ઘટના બની છે. જોર્જિયાના ત્રણ સ્પા સેન્ટરમાં થયેલા ફાયરિંગમાં 4 મહિલાઓ સહિત 8 લોકોનાં મોત થઇ ગયા છે. સ્થાનિક પોલીસ અને મીડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસે કહ્યું છે કે પિડમોન્ટ રોડ પર ગોલ્ડ મસાજ સ્પામાં ધાડપાડૂઓ ત્રાટક્યા હોવાની સૂચના મળી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્રણ લોકો મૃત હાલતમાં મળ્યાં હતા.પોલીસ પ્રમુખ રોડની બ્રાયને કહ્યું, તેમની ટીમ જ્યારે ગોલ્ડ સ્પામાં હતી ત્યારે વધુ એક કોલ આવ્યો અને એરોમ થેરાપી સ્પામાં ગોળીબાર થયો હોવાની સૂચના મળી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઉપરાંત ચેરોકી કાઉંટી મસાજ પાર્લરમાં થેયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. ત્રણ સ્પા સેન્ટરમાં ફાયરિંગ દરમિયાન કુલ 8 લોકોના મોત થયા છે. જેમાં ચાર મહિલા પણ સામેલ છે. જે એશિયન લાગી રહી છે.જો કે તેમનો સ્પા સાથે શું સંબંધ હતો તે કહેવું ઉતાવળભર્યુ કહેવાશે.
પોલીસે આ મામેલ ચેરોકી કાઉન્ટી મસાજ પાર્લર પાસેથી 21 વર્ષીય બંદૂકધારી રોબર્ટ આરોન લોંગને અટકાયતમાં લીધો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ સુધી ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી.પરંતુ ફાયરિંગની આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44